• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

યુવાનીમાં થયેલી ગંભીર બીમારી કેપ્ટનથી છુપાવી રાખી હતી : ખ્વાજા

નવી દિલ્હી, તા. 26 : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ડાબોડી બેટર ઉસ્માન ખ્વાજાએ પોતાના ક્રિકેટ કરિયર અને સંઘર્ષને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખ્વાજાએ જણાવ્યું કે, યુવા વયે તે ગંભીર આર્થરાઈટિસ (સંધિવા)ની બીમારી સામે લડી રહ્યો હતો અને તેને મૃત્યુનો ભય પણ સતાવતો હતો. વર્ષ 2009માં ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમતો હતો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ જમાવવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે માત્ર 22 વર્ષની વયે આ બીમારી સામે આવી હતી. ડાબા ઘૂંટણના અસહ્ય દુખાવાને કારણે તે 10 મીટર દૂર બાથરૂમ સુધી પણ ચાલી શકતો નહોતો. ખ્વાજાના જણાવ્યા મુજબ, તેને ડર હતો કે કરિયર શરૂ થતાં પહેલાં જ પૂરું થઈ જશે. પોતાને કોઈ ખાસ છૂટછાટ ન મળે તે માટે તેણે આ વાત ડેવિડ વોર્નર અને માઇકલ હસી સહિતના સાથી ખેલાડીઓથી છુપાવી રાખી હતી. જોકે, તેણે હિંમત ન હારી અને દવાઓ તથા સારવારના સહારે આગળ વધ્યો. તેણે ઓસ્ટ્રેલિયા માટે 88 ટેસ્ટ, 40 વન-ડે અને 9 ટી-20 સહિત કુલ 137 આંતરરાષ્ટ્રીય મેચો રમી સફર પૂરી કરી. ખ્વાજાએ ઉમેર્યું કે, જો આર્થરાઈટિસ છતાં તે લાંબી પ્રોફેશનલ ક્રિકેટ રમી શક્યો હોય, તો કોઈ પણ વ્યક્તિ સંઘર્ષ સામે લડીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd