• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

અંજાર પાલિકામાં સી.ઓ.નું પદ દોઢ વર્ષની ઈન્ચાર્જહવાલે

અંજાર, તા. 26 : અહીંની અ વર્ગની નગરપાલિકામાં છેલ્લા 15 મહિનાથી કામયી મુખ્ય અધિકારી ન હોવાના કારણે વહીવટી કામગીરી સહિતના મુદ્દે અનેક પ્રકારની મુશ્કેલી ઊભી થતી હોવાની ફરિયાદો ઊઠી છે. રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક અંજાર શહેર પ્રત્યે હકારાત્મક અભિમગ દાખવીને અહીંની નગરપાલિકાને અ વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરિણામે અંજાર નગરપાલિકાની વિકાસ કરવાની ક્ષમતામાં વધારો થશે તેમજ અ વર્ગની નગરપાલિકા થવાના કારણે  વિકાસના કામો માટે ગ્રાન્ટમાં પણ વધારો થશે, તો બીજી બાજુ કચેરીમાં કાયમી મુખ્ય અધિકારી ન હોવાના કારણે નીતિવિષયક નિર્ણય લેવા વિગેરે મુદ્દે અનેક પ્રકારની અગવડતા ઊભી થઈ રહી છે. બહાર આવેલી વિગતો અનુસાર છેલ્લે તા. 27/6/2022થી તા. 2/8/2025 સુધી પારસ મકવાણા કાયમી મુખ્ય અધિકારી સુધી ફરજ બજાવી હતી. ત્યારબાદ માત્ર ચાર દિવસ માટે જિજ્ઞેશ બારોટે  મુખ્ય અધિકારીનો હવાલો સંભાળ્યો હતો. હળવદના ચીફ ઓફિસર તુષાર  ઝાલરિયાએ 15 મહિના સુધી ઈન્ચાર્જ પદે જવાબદારી નિભાવી હતી તેમજ આ જવાબદારીમાંથી મુક્ત કરાયા બાદ ભુજના ચીફ ઓફિસર ટ્વીંકલ પટેલે 15 દિવસ સુધી ઈન્ચાર્જ પદે ફરજ બજાવી હતી. હાલમાં ભચાઉ પાલિકાના મુખ્ય અધિકારી અનિરુદ્ધસિંહ ઝાલાની ઈન્ચાર્જ મુખ્ય અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોંધપાત્ર છે કે, સુધરાઈમાં હાલમાં અંદાજિત આઠ જેટલા કર્મચારી કાયમી કર્મચારી છે. બાકીના તમામ કર્મચારીઓ હંગામી ધોરણે ફરજ બજાવી રહ્યા છે. અપૂરતા માનવબળના કારણે પાલિકાના જુદા-જુદા વિભાગોની કામગીરીને અસર પડતી હોવાના પણ ફરિયાદો ઊઠી  હતી.

કાયમી અધિકારીના અભાવે શહેરના વિકાસકાર્યોમાં વિક્ષેપ

અંજાર, તા. 26 :  છેલ્લા લાંબા સમયથી સરકાર દ્વારા અંજાર સુધરાઈમાં કાયમી ચીફ ઓફિસર ન આપી આ વિસ્તારના લોકો સાથે અન્યાય કરાતો હોવાની લાગણી પ્રસરી  છે. કાયમી અધિકારીના અભાવે શહેરના વિકાસના કામોની ગતિને બ્રેક લાગી છે. શહેરના વિકાસને વેગ આપવા કાયમી ચીફ ઓફિસર નીમવામાં આવે તેવી સમયની માંગ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd