કેપટાઉન, તા. 26 : દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા
વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. શ્રેણીનો ત્રીજો અને
આખરી મુકાબલો કેપટાઉનના ઐતિહાસિક ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર થશે. જે બન્ને ટીમો માટે
નિર્ણાયક `ફાઇનલ'
સમાન બની ગયો છે. આ હાઇ-વોલ્ટેજ મેચ પૂર્વે દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્લેઇંગ
ઇલેવનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર એનરિક નોર્ખિયા
ઈજાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે, તેના મજબૂત વિકલ્પ તરીકે
બોલર ગેરાલ્ડ કોએત્ઝીનો અંતિમ 11માં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાની
પ્લેઇંગ 11માં એડન માર્કરમ, માર્કેસ એકરમેન, ડેવિડ
બાડિંગહમ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ
બ્રીટ્ઝકે, રયાન રિકેલ્ટન (વિકેટકીપર), વિયાન મુલ્ડર, માર્કો યાન્સેન, સિમોન હાર્મર, ગેરાલ્ડ કોએત્ઝી, કગિસો રબાડાનો સમાવેશ થાય છે.