• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

પાણીધરના પાદરમાં હત્યાના પ્રયાસના કેસમાં જામીન નકારાયા

ગાંધીધામ, તા. 26 : રાપરના પાણીધર ગામની સીમમાં શિકાર કરવાના ઈરાદે ધસી આવીને ફરિયાદી પર બંદૂક તાણી જાનથી મારી નાખવાના પ્રયાસના ગંભીર પ્રકરણમાં મુખ્ય આરોપીના નિયમિત જામીન નકારી દેવાયા હતા. પાણીધર ગામના પાદરે આરોપીઓ શિકાર કરવાના ઈરાદે પહોંચ્યા હતા, જ્યાં ફરિયાદીએ તેમને રોકતાં મુખ્ય આરોપી હનીફ લતીફ નારેજાએ બંદૂક કાઢી ફરિયાદીની છાતી પર તાકી ધમકી આપી હતી, ત્યારે અન્ય આરોપી અલીફ દીનમહમદ હિંગોરજા, મુબારક મામદ હિંગોરજા, નજર મહમદ ઈસ્માઈલ હિંગોરજાએ હનીફને ફાયરિંગ કરવા ઉશ્કેર્યા હતા. આરોપીએ ગોળીબાર કરવાનો પ્રયાસ કરતાં ફરિયાદીએ બંદૂકની નળી ઉપર ધકેલી દેતાં ગોળીબાર ઉપર તરફ છૂટી હતી. આ પ્રકરણમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની અટક કરી હતી. દરમ્યાન હનીફે જામીન પર છૂટવા કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે બન્ને પક્ષની દલીલો સાંભળી ન્યાયધિશે આ આરોપીના જામીન નકારી દીધા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ડી.એસ. જાડેજા હાજર રહી ધારદાર દલીલો કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd