• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

પાકિસ્તાન ક્રિકેટમાં ફરી ઉથલપાથલ : અયૂબ બહાર, સાહિબઝાદાની એન્ટ્રી

લાહોર, તા. 26 : પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણી વચ્ચે પાકિસ્તાની ટીમમાં બહોળો ફેરફાર થયો છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ઓપનર સૈમ અયૂબ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચોમાં તે અનુક્રમે 7, 8 અને 6 રન જ બનાવી શક્યો હતો. પીસીબીના જણાવ્યા અનુસાર, સ્થાનિક ક્રિકેટમાં રમીને ફોર્મ પરત મેળવવા અયૂબે પોતે હટવાનો નિર્ણય કર્યો છે. તેના સ્થાને ટી20 ટીમના કેપ્ટન સાહિબઝાદા ફરહાનને ટીમમાં સામેલ કરાયા છે. સતત ત્રણ જીત સાથે 6 પોઇન્ટ મેળવીને પાકિસ્તાન પહેલેથી જ ફાઇનલમાં સ્થાન પાક્કું કરી ચૂક્યું છે. શ્રીલંકા પાસે 2 અને ઇંગ્લેન્ડ પાસે શૂન્ય અંક છે. હવે 27 ઓક્ટોબરે પાકિસ્તાનનો મુકાબલો શ્રીલંકા સામે થશે, જ્યારે 29 ઓક્ટોબરે શ્રીલંકા અને ઇંગ્લેન્ડ ટકરાશે. શ્રેણીનો નિર્ણાયક ફાઇનલ મુકાબલો 31 ઓક્ટોબરે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd