• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

પડિક્કલના 199 : ઇન્ડિયા-એનો સ્કોર 488

લિંકન, તા. 26 : ન્યૂઝીલેન્ડના લિંકનમાં ન્યૂઝીલેન્ડ-એ સામે રમાઈ રહેલી પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલ માત્ર 1 રન માટે બેવડી સદી ચૂક્યો હતો. તે 199 રન બનાવી આઉટ થયો હતો. આ ઇન્ડિયા-એની બીજી ઇનિંગ્સ હતી. પડિક્કલની આ ઇનિંગ્સે ભારતને મેચમાં મજબૂત વાપસી કરાવી છે. ત્રીજા દિવસના અંત સુધીમાં ઇન્ડિયા-એ ટીમે 8 વિકેટે 488 રન બનાવી લીધા છે. ટીમ પાસે હવે 284 રનની મજબૂત સરસાઈ છે. વાશિંગ્ટન સુંદર 51 રને અણનમ છે. સુંદર પહેલા યશ રાઠોડે 66 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને પણ 91 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. પડિક્કલ જેક ગિબ્સનના સામાન્ય બોલ પર વિકેટકીપર માઈકલ હેના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે સામાન્ય અપીલ પર જ તેને આઉટ આપી દીધો હતો. પડિક્કલ આ નિર્ણયથી હેરાન રહી ગયો હતો. તેણે ફિલ્ડ અમ્પાયર સામે વિરોધ પણ દર્શાવ્યો હતો. જોકે નિર્ણય બદલાયો નહીં. તે ખૂબ જ નારાજ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ત્રીજા દિવસે ભારતે 2 વિકેટે 106 રનથી રમત આગળ વધારી હતી. ટીમ ત્યારે 98 રન પાછળ હતી. પડિક્કલ અને સુદર્શને ત્રીજી વિકેટ માટે 340 બોલમાં 215 રનની ભાગીદારી નોંધાવી હતી. સાઈ સુદર્શન   91 રન બનાવી ક્રિસ્ટિયન ક્લાર્કનો શિકાર બન્યો હતો. ધ્રુવ જુરેલ માત્ર 2 રન બનાવી શક્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd