• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

અભિષેકનું તોફાન : અફઘાનનો વ્હાઈટવોશ

નવી દિલ્હી, તા. 17 : ભારતે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં 127 રને જીત મેળવીને અફઘાનિસ્તાનનો વ્હાઈટવોશ કર્યો છે. આ મેચમાં ભારતે અનેક રેકોર્ડ બનાવ્યા હતા, જેમાં સૌથી મહત્ત્વની અભિષેક શર્માની  30 બોલમાં ધમાકેદાર સદી રહી હતી. વધુમાં સંજૂ સેમસને પણ અર્ધસદી ફટકારી હતી. જેના દમ ઉપર ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 221 રન કર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમની હાલત શરૂઆતથી જ ધીમી રહી હતી. બાદમાં ટીમ વધતી રનરેટથી વધુ દબાણમાં આવી હતી અને 94 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી નીતીશકુમાર રેડ્ડી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલને એક વિકેટ મળી હતી. આ અગાઉ અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ટી-20 મેચમાં ભારતીય બેટ્સમેનોએ ઈતિહાસ રચી દીધો હતો. ત્રણ મેચોની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી ચૂકેલી ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બાટિંગ કરતા પાવરપ્લેનું અત્યાર સુધીનું સૌથી આક્રમક અને રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 221 રન કર્યા હતા. આ મેચમાં અભિષેક શર્મા 34 બોલમાં 108 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 317નો રહ્યો હતો. અભિષેક શર્મા ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. તેણે અફઘાનિસ્તાન સામે માત્ર 30 બોલમાં જ સદી ફટકારી દીધી હતી અને રોહિત શર્માનો રેકોર્ડ તોડયો હતો. અગાઉ, રોહિતે વર્ષ 2017માં શ્રીલંકા સામે ઇન્દોરમાં 35 બોલમાં સદી ફટકારી હતી. રાશિદ ખાને તેને વિકેટકીપર રહેમાનુલ્લાહ ગુરબાઝના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બીજી તરફ સંજુ સેમસને પણ શાનદાર બાટિંગ કરતા 35 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐય્યરે 20 બોલમાં 29 રન કર્યા હતા. આ ત્રણ સિવાયના કોઈ બેટ્સમેન અસરકાર પ્રદર્શન કરી શક્યા નહીં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd