• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ભુજમાં વરસાદી ઝાપટાં, નખત્રાણામાં અડધો ઇંચ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 17 : કચ્છભરમાં ગણેશોત્સવના પ્રારંભ સાથે હેતની હેલી વરસી છે, ત્યારે નખત્રાણા વિસ્તારમાં ધીમી ધારે અડધો કલાક વરસાદ વરસતાં રસ્તાઓમાં પાણી વહી નીકળ્યાં હતાં, જ્યારે ભુજમાં છાંટા પડયા હતા. મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીના જણાવ્યા અનુસાર સવારના સમયે મોટી વિરાણીવાંઢ, રામેશ્વર, સુખપર, ભારાપર, દેવસર સહિતના વિસ્તારોમાં શાંત ધારા સાથે સોનું વરસ્યું હતું. પિયોણી વિસ્તારમાં પણ રામપર, મોસુણા, બેરૂ, સાંગનારા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાનું માહિતીમાં જણાવાયું હતું. દેવીસર, ભૂખી ડેમ વિસ્તારમાં ભારે વરસાદને પગલે માર્ગોમાં પાણી વહી નીકળ્યાં હતાં તેમજ હાજીપીર, લુણા, બુરકલ વિસ્તારમાં પણ સવારના ભાગમાં હળવા વરસાદે માર્ગો ભીંજાયા હતા અને રહેણાક વિસ્તારોમાં રસ્તાઓમાં પાણી વહી નીકળ્યાં હતાં, એવું  મુજબર ઇસ્માઇલભાઇએ જણાવ્યું હતું. કચ્છનું મુખ્ય મથક ભુજ પણ વરસાદી ઝાપટાંથી ભીંજાયું હતું. સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઝાપટાંને કારણે માર્ગો ભીંજાયા હતા. જો કે, જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd