અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે
દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની અસ્મિતાના કેન્દ્ર સમા અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે વડાપ્રધાનના
દીર્ધાયુષ્ય અને ઉત્તરોત્તર પ્રગતિ માટે મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી
હતી. આ અવસરે સમગ્ર મંદિર પરિસરને 76,000 દીવાઓથી દીપોત્સવની જેમ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું, જેણે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ભક્તોનું મન મોહી
લીધું હતું. દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠેલું આ પવિત્ર ધામ અલૌકિક અને આધ્યાત્મિક ઉર્જાથી
ભરાઈ ગયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ રહીને મા ઉમિયાની ભવ્ય મહાઆરતી કરી હતી. મુખ્યમંત્રીએ
વડાપ્રધાન મોદીના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે માં ઉમિયા સમક્ષ પ્રાર્થના કરી હતી.
આ અવસરે ભક્તોની વિશાળ જનમેદની ઉમટી હતી અને 'જય ઉમિયા'ના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ ઉમિયાધામ મંદિર ટ્રસ્ટ દ્વારા
કરવામાં આવેલી ભવ્ય રોશની અને વ્યવસ્થાએ આ જન્મદિનની ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી
હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 150 ઋયક્ષ ણ યુવા નેતૃત્વ હેઠળ યોજાયેલું ભવ્ય વંદે માતરમ ગાન રહ્યું
હતું. આ યુવાનોના નેતૃત્વમાં આશરે 5,000થી વધુ લોકોએ એકસૂરે રાષ્ટ્રગીત `વંદે માતરમ'નું ગાન કરીને દેશભક્તિની અદભુત મિસાલ પ્રસ્તુત
કરી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગવાયેલા આ રાષ્ટ્રગાનથી ઉપસ્થિત તમામ નાગરિકોમાં
દેશપ્રેમ અને ઉર્જાનો સંચાર થયો હતો. ભક્તોને
આવવા-જવામાં કોઈ અસુવિધા ન થાય તે માટે અખઈ અને અખઝજ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં
આવી હતી. વિશ્વ ઉમિયાધામ ખાતે પહોંચવા માટે અખઝજ દ્વારા 100 જેટલી વિશેષ બસોની વ્યવસ્થા
કરાઈ હતી, જેથી લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તો સરળતાથી
દર્શનનો લાભ લઈ શક્યા. આ ભવ્ય આયોજનથી અમદાવાદવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર
છવાઈ ગઈ હતી.