• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ભુજમાં જૈન તપસ્વીઓની શોભાયાત્રા નીકળી

ભુજ, તા. 17 : ભુજ તપગચ્છજૈન સંઘમાં આચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં સિદ્ધિતપની આરાધના પૂર્ણ કરનારા 6થી 70 વર્ષના 125 તપસ્વીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા જોડાયા હતા. 50થી વધુ સાધુ-સાધ્વીઓની નિશ્રામાં નીકળેલી રથયાત્રામાં બગીમાં મંજુલાબેન જયસુખલાલ શાહ પરિવાર હતા. ગુણરત્નસૂરિશ્વરજીની મૂર્તિ લઈ બેસવાનો દમયંતીબેનન ગાંધી વલ્લભ પરિવારે લાભ લીધો હતો. અન્ય બગીમાં વોરા તરૂલતાબેન રસિકલાલ પરિવાર, મંછાબેન કેશવલાલ સ્વરૂપચંદ સંઘવી, શાહ કાંતાબેન રમેશચંદ પરિવાર, મહેતા મધુબેન ભૂપેન્દ્રભાઈ પરિવારના તપસ્વીઓ હતા. ચાંદીના રથમાં મહાવીર સ્વામી બિરાજમાન હતા. ગૌરવ ચોવટિયાએ સ્તવનો પ્રસ્તુત કર્યા હતા. વરઘોડો છઠ્ઠીબારી રીંગરોડથી બસ સ્ટેશન, કતિરા પાર્ટી પ્લોટ ખાતે પારણાનો પ્રારંભ થયો હતો. પારણાના લાભાર્થી તરૂલતાબેન રસિકલાલ વોરા પરિવાર, પ્રભાબેન શાંતિલાલ પારેખ પરિવાર રહ્યો હતો. બપોરે નવકારશીનો લાભ મંછાબેન કેશવલાલ સંઘવી પરિવારે લીધો હતો. આ પ્રસંગે દાતા પરિવારોનું બહુમાન કરાયું હતું. શોભાયાત્રામાં ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલમુકેશભાઈ ઝવેરી, પંકજભાઈ મહેતા, સાત સંઘ પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, ભાજપ મહામંત્રી હિતેષભાઈ ખંડોર, પાલિકા પ્રમુખ શીતલ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, મહામંત્રી જીગર શાહ, મંત્રી ધીરેન લાલન વગેરે હાજર રહ્યા હતા. તપગચ્છ સંઘ પ્રમુખ કીર્તિભાઈ શાહ વગેરે સહયોગી બન્યા હોવાનું મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd