નવી દિલ્હી, તા. 10 : આયરલેન્ડ
વિરુદ્ધના બીજા વન- ડે મેચમાં અફઘાનિસ્તાનનો 92 રને વિજય થયો હતો. આ જીત સાથે જ અફઘાનિસ્તાન ટીમે 2027ના વન-ડે વર્લ્ડકપની ટિકિટ
બૂક કરાવી લીધી છે. અફઘાન ટીમ ક્વોલિફાય થઈ છે. આથી એ સ્પસ્ટ થયું છે કે, બે વખતની પૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ટીમે
વન-ડે વિશ્વકપ પ્રવેશ માટે ફરી એક વાર ક્વોલિફાય રાઉન્ડમાંથી પસાર થવું પડશે. 1975 અને 1979ની વિશ્વ વિજેતા વિન્ડિઝ ટીમ
સતત ત્રીજવાર વન-ડે વર્લ્ડકપમાં સીધો પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહી છે. છેલ્લે ભારતમાં
રમાયેલ વન-ડે વર્લ્ડકપમાં તો વિન્ડિઝ ટીમ ક્વોલીફાય રાઉન્ડની પણ બાધા પાર કરી શકી ન
હતી. આથી વિશ્વકપ રમવાનો મોકો ગુમાવ્યો હતો. હવે 2027 વન-ડે વર્લ્ડકપમાં એન્ટ્રી માટે ક્વોલિફાય ટૂર્નામેન્ટમાં વેસ્ટ
ઇન્ડિઝે ફાઇનલમાં પ્રવેશ મેળવવો પડશે. વિન્ડિઝ ટીમ હાલ વન-ડે ક્રમાંકમાં 10મા સ્થાને છે. ટોચની 8 ટીમને સીધો પ્રવેશ મળે છે. ઝિમ્બાબ્વે 11મા ક્રમાંકે છે, પરંતુ તે વિશ્વકપની સહયજમાન ટીમ હોવાથી તેને
સીધો પ્રવેશ મળશે.