• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

અલ્કારાઝ બાદ સિનર પણ સિનસિનાટી ઓપનની બહાર

ન્યૂર્યોક, તા. 10 : વર્તમાન વિમ્બલડન ચેમ્પિયન અને પાંચ વખતના ગ્રાંડસ્લેમ વિજેતા વિશ્વ નંબર વન ઇટાલીનો ખેલાડી યાનિક સિનર જમણા ઘૂંટણની ઇજાને લીધે સિનસિનાટી ઓપનની બહાર થઈ ગયો છે. હાર્ડકાર્ટ પરની આ ટૂર્નામેન્ટ અમેરિકી ઓપનની તૈયારી માટેની મહત્ત્વની ટૂર્નામેન્ટ છે. તેમાંથી વિશ્વ નંબર બે સ્પેનના કાર્લોસ અલ્કરાજ બાદ યાનિક સિનર પણ ઇજાને લીધે ભાગ લેશે નહીં. સિનસિનાટી ઓપન તા.13થી 23 ઓગસ્ટ દરમિયાન રમાશે. અમેરિકી ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ તા. 30 ઓગસ્ટથી શરૂ થવાની છે. જેમાં બન્ને ટોચના ખેલાડી સિનર અને અલ્કરાજ જોવા મળી શકે છે.

Panchang

dd