લંડન, તા. 10 : ભારતીય મૂળની 11 વર્ષીય શતરંજ ખેલાડી બોધના
શિવાનંદે બ્રિટિશ ચેસ ફિલ્ડમાં ઈતિહાસ રચ્યો છે. તે બ્રિટીશ ચેસ ચેમ્પિયનશીપ-2026ના મહિલા વર્ગમાં ખિતાબ જીતીને
બ્રિટનની સૌથી નાની ઉંમરે ચેસ ચેમ્પિયન બનનાર ખેલાડી બની છે. બોધનાએ આયરલેન્ડની ટ્રિશા
કન્યામરાલાને રોમાંચક રેપિડ ચેસ પ્લેઓફમાં હાર આપીને ખિતાબ પોતાનાં નામે કર્યો હતો.
આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ઇંગ્લેન્ડના ગ્રાંડ માસ્ટર ડેની ગોરમલીએ બોધનાની જીત
વિશે કહ્યું કે, અવિશ્વસનીય, બોધના જીતી ગઈ તે અદ્ભુત છે. એક પેઢીમાં આવી પ્રતિભા એકવાર મળે છે. બોધનાએ
કોવિડ-19ની મહામારી દરમિયાન ચેસ રમવાનું શરૂ કર્યું
હતું. પુરુષ વિભાગમાં પણ ભારતીય મૂળનો ખેલાડી 17 વર્ષીય શ્રેયસ રોયલ ચેમ્પિયન બન્યો હતો. તેનો આ પહેલો બ્રિટિશ
શતરંજ ખિતાબ છે.