નવી દિલ્હી, તા. 6 : હવે જરા પણ
નહીં ચાલે. પીએનજી જોડાણ લીધું હોય તેના વધુમાં વધુ 30 દિવસમાં એલપીજી જોડાણ પાછું
આપી દેવું પડશે. સરકારના કડક નિયમોને ભારત, એચપી તેમજ ઈન્ડેન દ્વારા લાગુ કરી દેવાયા છે. સરકારના કડક નિયમ વચ્ચે એક રાહત
આપે તેવી જોગવાઈના સમાચાર પણ મળી રહ્યા છે. એલપીજી જોડાણ જમા કરવી દેનાર વ્યક્તિને
એક એલપીજી વાઉચર મળશે. નવા નિયમ હેઠળ ભવિષ્યમાં કોઈ વ્યક્તિને સંજોગોવસાત બીજા વિસ્તારમાં
રહેવા જવું પડે અને ત્યાં પીએનજી જોડાણ નહીં હોય તો માત્ર આ વાઉચરના આધાર પર તરત એલપીજી
જોડાણ મળી જશે. માની લ્યો કે, 30 જૂનના કોઈ પરિવારે પાઈપથી ગેસ (પી.એન.જી.) જોડાણ લીધું છે, તો 30 જુલાઈ સુધીમાં એલપીજી જોડાણ પરત સોંપી દેવું પડશે. આમ, હવેથી એક સરનામા પર પીએનજી ને એલપીજી બંને જોડાણ
એક સાથે મેળવી શકાશે નહીં. અત્યારે ગામડાંમાં કમસે કમ 45 દિવસ અને શહેરોમાં 25 દિવસ બાદ જ નવા સિલિન્ડરનું
બુકિંગ કરાવી શકાય છે. યુદ્ધથી સર્જાયેલાં ઈંધણ,
ઊર્જા સંકટ વચ્ચે નિયમો કડક કરાયા છે.