દહીંસરા (તા. ભુજ), તા. 6 : કચ્છી મેવા
તરીકે ઓળખાતી ખારેક જગવિખ્યાત છે. તેનો સ્વાદ દેશ-વિદેશ સુધી પહોંચે છે, ત્યારે કચ્છમાં ઝરપરા, મુંદરા, મઉં, ગઢશીશા, માંડવી, નાની ખાખર, ધ્રબ,
કુકમા, કેરા, જદુરાના કિસાનો
માટે કમાઉ દીકરા સમાન ગણાય છે. કચ્છી મેવો મુંબઇ, મહારાષ્ટ્ર,
દિલ્હી, નાગપુર, રાજસ્થાન,
ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર
સુધી પહોંચે છે તેમ વિદેશ લંડન, સ્વિડન, ઓસ્ટ્રેલિયા, સિસલ્સ, સાઉથ આફ્રિકા,
અમેરિકા, જર્મની, જાપાન,
નૈરોબી, કેનિયા, કંપાલા,
દારેસલામ નિકાસ થાય છે. મોટા પ્રમાણમાં નિકાસ થઇને વિદેશી હૂંડિયામણ
રળી આપે છે, તેવું જાણવા મળ્યું છે. આ સાલે ભારે ગરમી પડવાથી
ફાલનો પાક વહેલો લચી પડયો છે. તેમાં પણ ઇઝરાયલી ખારેકનો સ્વાદ અનોખો છે. ખારેકનાં ઝાડ
વાડીમાં શોભી ઊઠયાં છે. પીળી-લાલ ખારેક ખાવાલાયક પૌષ્ટિક છે. સાત સમંદર પાર ભારતનો
ડંકો વગાડે છે. આ ખારેક વિદેશ મોકલવાની તૈયારી કરી ચૂક્યા છે. કેરા-કુંદનપરની એક વાડીમાં
લાલ ખારેકનું વૃક્ષ જોતાં ખાવાની ઉત્કંઠા જાગે છે. ચોમાસાં પૂર્વે કિસાનો પાકથી રાજી
જોવા મળે છે.