નવી દિલ્હી, તા. 13 (પીટીઆઈ)
: દિગ્ગજ શટલર લક્ષ્ય સેને મંગળવારે અહીં ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પુરુષ
સિંગલ્સના ઓપનિંગ રાઉન્ડમાં પોતાના દેશબંધુ આયુષ શેટ્ટી પર સીધા સેટમાં પ્રભાવશાળી
જીત મેળવીને ઈન્ડિયા ઓપન સુપર 7પ0ના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ
મેડલ વિજેતાએ 20 વર્ષીય આયુષ પર 21-12, 21-15થી ક્લિનિકલ વિજય નોંધાવીને
શરૂઆતમાં જ પોતાની શ્રેષ્ઠતા દાવો કર્યો હતો. જે 9,500,00 યુએસડી ઈવેન્ટમાં પદાર્પણ કરી રહ્યો હતો. લક્ષ્યએ જણાવ્યું હતું કે, મને અપેક્ષા નહોતી કે તે ખૂબ મુશ્કેલ હશે,
પણ મને લાગે છે કે, બીજા રાઉન્ડથી વધુ સારું થશે.
અમને લાગ્યું કે હોલ મોટો છે, તેથી શટલ થોડી ધીમી ગતિએ આગળ વધી
શકે છે, પરંતુ મને લાગે છે કે તે ઝડપી હતું અને થોડું ડ્રિફ્ટ
અથવા સાઈડવેઝ પણ હતું, પરંતુ મને ફરીથી લાગે છે કે, પહેલા રાઉન્ડમાં હંમેશાં આપણે પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવું પડે છે. `તે ખરેખર, સારો પ્રતિસ્પર્ધી છે અને મારે મેચ માટે ખૂબ
જ તૈયારી કરીને આવવું પડયું, હું ફક્ત એક સમયે એક મેચ લઈ રહ્યો
છું, તેથી હું ખૂબ વિચારતો નથી. ફક્ત આગામી મેચ પર ધ્યાન કેન્દ્રીત
કરી રહ્યો છું.' અલ્મોરાના 24 વર્ષીય ખેલાડીનો આગામી મુકાબલો
જાપાનના કેન્ટા નિશિમોટો સામે થશે, જેણે બીજી મેચમાં દેશના ખેલાડી અને સાતમા ક્રમાંકિત કોડાઈ નારોકા 6-21, 6-7થી પાછળ રહીને નિવૃત્તિ લીધા
બાદ આગળ વધ્યા હતા. મેન્સ ડબલ્સમાં હરિહરન અમસાકારુનન અને એમ.આર. અર્જુને મલેશિયાના
ટીઓઈયી અને ઓંગ યુસિનને 21-15-21-18થી
હરાવીને પ્રથમ અવરોધ પાર કર્યો હતો. હવે ચોથા ક્રમાંકિત ચીનના લિયાંગ વેઈકેંગ એ વાંગચાંગ
સામે ટક્કર થશે. મહિલા ડબલ્સમાં ગયા ડિસેમ્બરમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલમાં પોતાના ટાઈટલનો
બચાવ કરનારી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે પણ સકારાત્મક શરૂઆત કરી, થાઈલેન્ડની ઓર્નિચા જોંગસાથાપોર્નપર્ન અને સુકિત્તા
સુવાચાઈ સામે 21-15, 21-11થી જીત મેળવી હતી.