• બુધવાર, 04 માર્ચ, 2026

વધુ એક જહાજ પર હુમલો : 3 ભારતીયનાં મોત

નવી દિલ્હી, તા. 3 : પોતાનાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનાં અમેરિકા અને ઈઝરાયલનાં હુમલામાં મૃત્યુ બાદ ઈરાની સેના વીફરી છે અને તેનાં તરફથી ઓમાનની સમુદ્ર સીમામાં જહાજો ઉપર હુમલા બોલાવી દેવામાં આવ્યા છે. આમાં કમસેકમ ત્રણ ભારતીયોનાં મૃત્યુ નીપજ્યા છે. આ ઉપરાંત 20થી વધુ લોકો ઘવાયા છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસે આની પુષ્ટિ કરી છે. દૂતાવાસનાં કહેવા અનુસાર એમકેડી વ્યોમ નામક જહાજમાં સવારે ત્રણ ભારતીયોનાં મૃત્યુ થયા છે. ઓમાન પ્રશાસન સાથે મળીને જહાજથી ભારતીયોને ત્યાંથી બહાર કાઢવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ જહાજ ઉપર મારશેલ આઈલેંડ્સનો ધ્વજ લાગેલો હતો. જે મસ્કતથી આશરે પ2 નોટિકલ માઈલ્સનાં અંતરે હતું. રક્ષા મંત્રાલયનાં કહેવા અનુસાર ચાલક દળનાં બાકીનાં 21 સદસ્યોને સુરક્ષિત ઉગારી લેવામાં આવ્યા છે. ઓમાનની સરકારી સમાચાર એજન્સીનાં અહેવાલ અનુસાર ટક્કરનાં કારણે જહાજનાં મુખ્ય એન્જિન કક્ષમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. જેમાં ચાલકદળનાં એક સદસ્યનું મોત થયું હતું. સમુદ્રી સુરક્ષા કેન્દ્રનાં સમન્વયથી પનામા ગણરાજ્યનાં ઝંડાવાળા કોમર્શિયલ જહાજ એમવી સેંડથી ટેન્કરનાં ચાલકદળનાં 21 સભ્યને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. જેમાં 16 ભારતીય અને ચાર બાંગ્લાદેશી ઉપરાંત એક યુક્રેની સદસ્ય હતાં. ક્ષતિગ્રસ્ત ટેન્કરની સ્થિતિ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. આ ટેન્કરમાં પ9463 મેટ્રિક ટન માલ લાદેલો હતો. એક દિવસ પહેલા પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અન્ય એક ઓઈલ ટેન્કર ઉપર હુમલો થયો હતો અને તેમાં પણ ચાર લોકો ઘવાયા હતાં. આમાં પણ એક ભારત અને એક ઈરાની નાગરિકનો સમાવેશ થતો હતો. 

Panchang

dd