• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મેડિકલ ફ્રેન્ડશિપ કપનો 14 જાન્યુઆરીથી પ્રારંભ

ભુજ, તા. 12 : કચ્છના મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફને ક્રિકેટની ધૂન લગાડનારી એમ.એફ.સી.-3 માટે કચ્છના મેડિકલ સાથે સંકળાયેલા ખેલાડીઓમાં ઉત્સાહ જગાવ્યો છે. આ સ્પર્ધાનો પ્રારંભ 14 જાન્યુઆરીથી થશે. 242 ખેલાડી તેમાં જોડાયા છે. બાર ફ્રેન્ચાઇઝીમાં કે.ઓ.એચ. (કેપ્ટન ડો. દીપક સુથાર), કે. સી. હોસ્પિટલ (માલિક ડો. વિકાસ ગઢવી) અને કેપ્ટન ડો. મહેશ ઠક્કર, આશાપુરા ડિસ્ટ્રીબ્યૂટર (માલિક અજય ચંદન અને કેપ્ટન ડો. નિલય ધોળકિયા), રોયલ હિલર્સ કચ્છ (કેપ્ટન ડો. મિત ઠક્કર), માઇટી સ્પોર્ટન્સ (કેપ્ટન ડો. જિતેન્દ્ર પરીખ), કતિરા નાઇટ રાઇડર્સ (કેપ્ટન ડો. લવ કતિરા), હર્ષ ચેલેન્જર્સ (માલિક ડો. નરેશ ભાનુશાલી અને કેપ્ટન ડો. મેહુલ સેવક), લેવા પટેલ ઇલેવન (માલિક ડો. સંજય કલોત્રા અને કેપ્ટન ડો. પાર્થ રાઠોડ), માહિમ મેવેરિક્સ (માલિક માહિમ ઠક્કર અને કેપ્ટન ડો. સંગીન ભુડિયા), એમ.જે.ટી. સ્ટ્રાઇકર્સ (માલિક ડો. આશિષ ઠક્કર અને કેપ્ટન ડો. હિરલ રાજદેવ), એસ.એમ.સી. સ્પાર્ટન્સ (માલિક મિતેષ આહીર અને કેપ્ટન ડો. જયંતી સથવારા), મંગલ ફાર્મા (માલિક સુરેશ મારવાડા અને કેપ્ટન ડો. સલીમ સમા)નો સમાવેશ થાય છે. મુખ્ય આયોજક ડો. લવ કતિરા, ડો. મહેશ ઠક્કર, એડવાઇઝરી કમિટીના ડો. કિશન કંસારા, ડો. જિતેન્દ્ર પરીખ, ડો. વિજય ગોસ્વામી, ડો. વિરલ કોઠારી, ડો. દીપ ઠક્કર સહિત હાજર રહ્યા હતા.

Panchang

dd