ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ
ઓટોમોબાઇલ્સ ડીલર એસોસીએશન દ્વારા એક દિવસીય ક્રિકેટ લીગ જીપીએલ-8નું
આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ફાઇનલ મેચમાં ક્લાસિક ઓટોમોબાઇલ્સ વિજેતા થઈ હતી. શહેરના
ગોપાલપુરી ગ્રાઉન્ડ ખાતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ તેમજ
ઓટોમોબાઇલ્સ ડીલર એસોસીએશનના કારોબારી સભ્યોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું
હતું અને ચેમ્બર પ્રમુખ દ્વારા પ્રથમ મેચનો ટોચ ઉછાળવામાં આવ્યો હતો. આયોજન
દરમિયાન ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પુજ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ
શેઠ ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ પપ્પુ પેટ્રોલિયમ અને ક્લાસિક
ઓટોમોબાઇલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ક્લાસિક ઓટોમોબાઇલ્સ
વિજેતા થઈ હતી એસોસીએશનના પ્રમુખ સમીરભાઈ ગણાત્રાએ આ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉપદેશ
એસોસીએશનના વ્યાપારી મિત્રો વચ્ચે સંગઠન અને મિત્રતા મજબૂત કરવાનો હોવાનું
જણાવ્યું હતું. આયોજનને સફળ બનાવવા સમીરભાઈ સંઘવી, જીતુભાઈ
આહીર, વિક્રમભાઈ આહીર, દિનેશભાઈ પટેલ,
યોગેશભાઈ આહીર તથા રાકેશભાઈ કોટેચા, ભાવેશભાઈ
આહીર તેમજ કનૈયા ગોરી અને અન્ય કારોબારી સભ્યોએ સેવા આપી હતી.