• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

બાંગલાદેશ ટીમે ભારતમાં જ મેચ રમવી પડશે : આઇસીસીનો આદેશ

નવી દિલ્હી, તા. 12 : ટી-20 વિશ્વ કપને લઇ ચાલી રહેલ વિવાદ દરમિયાન આજે બાંગલાદેશ ક્રિકેટ બોર્ડને ફટકો લાગ્યો છે. આઇસીસીએ બાંગલાદેશ ટીમની મેચો ભારત બહાર ખસેડવાની માગ સત્તાવાર રીતે નકારી દીધી છે. આઇસીસીએ જણાવ્યું છે કે ભારતમાં બાંગલાદેશના ખેલાડીઓની સુરક્ષાને લઇને કોઇ ખતરો નથી. બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ આઇસીસી આચારસંહિતાનું પાલન કરે અને સત્તાવાર કાર્યક્રમ અનુસાર તેમના મેચ રમવા માટે ભારતનો પ્રવાસ કરે.  આઇસીસીએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે વૈકલ્પિક સ્થળનો કોઇ સવાલ જ રહેતો નથી. હાલની સ્થિતિમાં ટી-20 વર્લ્ડ કપના શેડયુલમાં કોઇ ફેરફાર થશે નહીં. બાંગલાદેશ ટીમ માટે ભારત સુરક્ષિત સ્થળ છે.

Panchang

dd