વડોદરા, તા. 12 : ટીમ
ઇન્ડિયાનો સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની વન-ડે શ્રેણીની
બહાર થઈ ગયો છે. તેને વડોદરામાં પ્રથમ મેચ દરમિયાન પાંસળીઓમાં ઇજા થઈ હતી.
વોશિંગ્ટન સુંદરનાં સ્થાને દિલ્હીના ઓલરાઉન્ડર આયુષ બદોનીનો ભારતીય ટીમમાં
પહેલીવાર સમાવેશ કરાયો છે. વોશિંગ્ટને પહેલી મેચમાં પાંચ ઓવર ફેંકી હતી અને 27 રન
આપ્યા હતા. ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન તે મેદાન છોડી પેવેલિયનમાં પરત ફર્યો હતો.
બાદમાં તે નંબર આઠ પર બેટિંગ કરવા આવ્યો હતો. સુંદરને બોલિંગ કરતી વખતે પાંસળીમાં
દર્દ શરૂ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. સ્કેન બાદ તેને બે સપ્તાહના
વિશ્રામની સલાહ મળી છે. અગાઉ રિષભ પંત પણ ઇજાનો ભોગ બની વન-ડે શ્રેણીની બહાર થઈ
ચૂક્યો છે. બીજી તરફ 26 વર્ષીય આયુષ બદોની અનકેપ્ડ
પ્લેયર છે. તેને પહેલીવાર ટીમ ઇન્ડિયાનો કોલ મળ્યો છે. તેણે 27 લિસ્ટ
એ મેચમાં 36.47ની સરેરાશથી રન કર્યા છે. જેમાં 1 સદી અને
પાંચ અર્ધસદી છે. આઇપીએલમાં તે લખનઉ તરફથી પ6 મેચ રમ્યો છે. આયુષ બદોનીને હેડ
કોચ ગૌતમ ગંભીરનો ચેલો માનવામાં આવે છે.