• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ટ્રોફીઓ હું નહીં, મારી માતા સાચવે છે : કોહલી

વડોદરા, તા. 12 : 37 વર્ષીય ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની 93 રનની મેચ વિનિંગ ઇનિંગને લીધે 4પમી વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ભારતીય ટીમની જીત બાદ કોહલીએ જણાવ્યું કે ઇમાનદારીથી કહું તો મારી પૂરી સફર સપનાં જેવી છે. ભગવાને મને ઘણું આપ્યું છે. ફરિયાદ કરવા જેવું કાંઇ નથી. 300 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં ટીમ ઇન્ડિયાને જીત અપાવવા માટે કોહલીને રણનીતિ પર સવાલ થયો હતો. જે વિશે તેણે જવાબ આપ્યો કેઅત્યારે હવે હું ઉપલબ્ધિઓ માટે રમી રહ્યો નથી. હવે હું વધુ કાઉન્ટર એટેક કરવાની કોશિશમાં રહું છું. રોહિતની વિકેટ બાદ અમારે એક મોટી ભાગીદારીની જરૂર હતી, જે અમે કરી. કોહલીએ તેના કપ્તાન શુભમન ગિલની ઇનિંગની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું ત્યારે પીચ થોડી કઠિન બની હતી. આથી સંભાળીને રમવું જરૂરી હતું. જે ગિલે કરી બતાવ્યું. આ તકે વિરાટ કોહલીએ જણાવ્યું કે 18 સાલના કેરિયરમાં જેટલી ટ્રોફીઓ મળી છે તે બધી ગુરુગ્રામમાં માતા પાસે રાખી છે. મને ખબર નથી મારી પાસે કેટલી ટ્રોફી છે, જ્યારે પણ ટ્રોફી મળે છે ત્યારે તે મા પાસે મોકલી દઉં છું. તેઓ સાચવીને રાખે છે.

Panchang

dd