મુંબઈ, તા. 12 : મુંબઈમાં
વૂમન્સ પ્રીમિયર લીગની પાંચમી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી
વોરિયર્સને નવ વિકેટે હાર આપી હતી. ટીમે 144નું લક્ષ્ય માત્ર 12.1 ઓવરમાં
હાંસલ કર્યું હતું. ઓપનર ગ્રેસ હેરિસે 40 દડામાં 85 અને
સ્મૃતિ મંધાનાએ 47 રન બનાવ્યા હતા. બેંગ્લોરની એકમાત્ર વિકેટ યુપી તરફથી શિખા
પાંડેએ ઝડપી હતી. આ પહેલાં ડબ્લ્યૂપીએની આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
વિરુદ્ધ યૂપી વોરિયર્સ ટીમનો 20 ઓવરમાં પ વિકેટે 143 રનનો
સામાન્ય સ્કોર થયો હતો. યૂપી તરફથી સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 4પ રનની
સર્વાધિક ઇનિંગ્સ રમી હતી. જ્યારે ડિયાંડ્રા ડોટિને ઝડપી 40 રન
કર્યા હતા. કેપ્ટન મેગ લેનિંગ (14), હરલીન દેઓલ (11), લિચફિલ્ડ
(20) અને
કિરણ નવાગિર (પ) નિષ્ફળ રહી હતી. શ્વેતા સહરાવત ઝીરોમાં આઉટ થઇ હતી. આરસીબી તરફથી
શ્રેયંકા પાટિલ અને નડીન ડી કલાર્કે 2-2 વિકેટ લીધી હતી.