ભુજ, તા. 11 : વાગડ બે ચોવીસી સ્થાનકવાસી
જૈન યુવક મંડળ ભુજ દ્વારા વીબીસી ગામવાડીમાં સમાજના સભ્યો માટે ઇન્ડોર ગેમ્સ ટૂર્નામેન્ટનું
આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના
8 વર્ષથી 75 વર્ષ સુધીના 700 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. 8થી 16 વર્ષ સુધીનાં
બાળકો માટે કેરમ, સિક્વન્સ અને
ઉનો, 16 વર્ષથી ઉપરના સભ્યો માટે કેરમ, ચેસ અને નોટરમ તથા બહેનો માટે મીંડીકોટ અને
નોટરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ સમારોહમાં મંડળના પ્રમુખ હિતેશભાઇ
મહેતાએ આવકાર્યા હતા તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે,
રમતગમતમાં ભાગીદારી આપણને શિસ્ત, ટીમ વર્ક,
દૃઢતા અને ધ્યેયના મૂલ્યો તો શીખવે જ છે. સાથેસાથે સમાજમાં એકતાની ભાવના
પણ લાવે છે. ભુજ સમાજના પ્રમુખ કિશોરભાઇ મોરબિયાએ આયોજનને બિરદાવતાં જણાવ્યું હતું
કે, રમતગમત આપણા જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે આપણા શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીમાં ફાળો
આપતા અનેક લાભો પ્રદાન કરે છે. સ્પોર્ટસ કમિટીના કન્વીનર મિતેશ મોરબિયાએ જણાવ્યું હતું
કે, ભાગ લેનાર તમામ ખેલાડીઓએ સહયોગ આપી આ આયોજનને સફળ બનાવ્યું
છે. મોટા સમાજના મહામંત્રી સંદીપભાઇ દોશી, મહિલા મંડળના પ્રમુખ
જયશ્રીબેન ખંડોલ તથા તેમની ટીમ, યુવતી મંડળના પ્રમુખ નેહલબેન
શેઠ તથા તેમની ટીમ, મંડળના પૂર્વ પ્રમુખ નીરજ દોશી, ભુજ સમાજના પૂર્વ પ્રમુખ ભદ્રેશ દોશી ઉપસ્થિત રહ્યા હતા. ઉનો અન્ડર-16માં ધ્યેય મોરબિયા ચેમ્પિયન તથા હિતાર્થ
મહેતા રનર્સઅપ રહ્યા હતા. કેરમ અન્ડર-16માં ખુશ મહેતા અને વીર ઝોટા ચેમ્પિયન તથા આદિત્ય મહેતા અને તનિશ
શેઠ રનર્સઅપ રહ્યા હતા. અન્ડર-16 સિક્વન્સમાં
માન્ય દોશી અને મહેર દોશી ચેમ્પિયન તથા હાર્વી પારેખ અને ક્રિશિ મહેતા રનર્સઅપ રહ્યા
હતા. કેરમ એબોવ 16માં ક્રિશ
મહેતા અને સિદ્ધ મોરબિયા ચેમ્પિયન તથા વિરલ શેઠ અને હેત શેઠ રનર્સઅપ રહ્યા હતા. ચેસમાં
ધૈર્ય કોરડિયા ચેમ્પિયન તથા ચમનલાલ ભાભેરા રનર્સઅપ રહ્યા હતા. નોટરમ એબોવ 16માં જિનય દોશી અને ભાવિક દોશી ચેમ્પિયન
તથા સંદીપ શેઠ અને નીલેશ મહેતા રનર્સઅપ રહ્યા હતા. ફિમેલ મીંડીકોટ કૃપા દોશી અને આકૃતિ
દોશી ચેમ્પિયન તથા દર્શના મોરબિયા અને કોમલ ઝોટા રનર્સઅપ રહ્યા હતા. ફિમેલ નોટરમમાં
હંસાબેન દોશી અને જ્યોતિબેન મહેતા ચેમ્પિયન તથા રંજનબેન મહેતા અને અમિતા મહેતા રનર્સઅપ
રહ્યા હતા. સંચાલન મંડળના મંત્રી જતિન મોરબિયાએ તથા સંચાલન પ્રોજેક્ટ ચેરમેન મિતેશ
મોરબિયાએ કર્યું હતું. સભ્યો આશિષભાઇ બાબરિયા તથા હિતેશ પારેખ, જિજ્ઞેશ દોશીએ વ્યવસ્થા સંભાળી હતી.