ભુજ, તા. 11 : દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી
ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ સાથે કરવામાં
આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન વી.વી. સ્વામીએ આશીર્વચનમાં વિદ્યાર્થીઓને રમતગમતને
જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ આવા શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક
પ્રયાસોની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
સંસ્થાના મેનેજમેન્ટ તરફથી કિરીટભાઇ પટેલ તથા હિતુલભાઇ પટેલે વિદ્યાર્થીઓને રમતગમત
દ્વારા શિસ્ત, ટીમભાવના અને નેતૃત્વ ગુણોના
વિકાસ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ થોમસ વરીદે વિદ્યાર્થીઓના
સર્વાંગી વિકાસમાં રમતગમતનું મહત્ત્વ સમજાવ્યું હતું. સંચાલન વાઇસ પ્રિન્સિપાલ અક્ષિતા
શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. રમતોત્સવ દરમ્યાન યોજાયેલી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્રો
આપી સન્માનિત કરાયા હતા. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા હાઉસને `બેસ્ટ હાઉસ ઇન સ્પોર્ટસ' ટ્રોફી અર્પણ કરાઇ હતી. સંચાલન વાઇસ પ્રિન્સિપાલ
અક્ષિતા શાહ દ્વારા કરાયું હતું.