વડોદરા તા. 11 : કિંગ કોહલીની 93 રનની આકર્ષક રમતની મદદથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ વન-ડે
મેચમાં રસાકસી બાદ આખરી ઓવર બાકી રહેતાં ભારતનો 4 વિકેટે શાનદાર વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 300 રન બનાવ્યા બાદ 301 રનનો વિજય લક્ષ્યાંક ભારતીય ટીમે 49 ઓવરમાં 6 વિકેટે ગુમાવી પાર પાડયો હતો. 3 મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ થઇ છે. શ્રેણીની બીજી
વન-ડે મેચ 14મીએ મકરસંક્રાંતિ પર્વ પર રાજકોટમાં રમાશે.
બન્ને ટીમ સોમવારે બપોર બાદ ખાસ વિમાનમાં રાજકોટ પહોંચશે. આજની મેચમાં પ્લેયર ઓફ ધ
મેચ વિરાટ કોહલી પ4મી વન-ડે
સદી 7 રને ચૂકી ગયો હતો. તેણે 91 દડામાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાથી 93 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી
હતી. કોહલીએ સતત પાંચમા મેચમાં પ0થી વધુનો
સ્કોર બનાવ્યો હતો. જ્યારે વાપસી કરનાર કપ્તાન શુભમન ગિલે 71 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી પ6 રન કર્યા
હતા. તેના અને કોહલી વચ્ચે બીજી વિકેટમાં107 દડામાં 118 રનની ઝડપી
ભાગીદારી થઇ હતી. શ્રેયસ અય્યરે પણ વાપસી સાથે 49 રનની ઇનિંગ્સ રમી હતી અને કોહલી સાથે 77 રનની ભાગીદારી કરી હતી. જ્યારે
કેએલ રાહુલ ફરી ફિનિશર બની 23 દડામાં 29 રને અણનમ રહ્યો હતો. તેણે વિનિંગ
સિકસ ફટકારી હતી. હર્ષિત રાણાએ ઝડપી 29 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. રોહિત 26 અને રવીન્દ્ર 4 રને આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કાઇલ
જેમિસને 4 વિકેટ લીધી હતી. અગાઉ ટોસ જીતીને ભારતીય
કેપ્ટન શુભમન ગિલે પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી.
ડવેન કોન્વે અને હેનરી નિકોલ્સે ભારતીય બોલરોનો મજબૂતીથી સામનો કરીને પહેલી વિકેટમાં
130 દડામાં 117 રનની સંગીન ભાગીદારી કરી હતી.
નિકોલ્સે 69 દડામાં 8 ચોગ્ગાથી 62 અને કોન્વેએ 67 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી પ6 રનની ઇનિંગ્સ
રમી હતી. જો કે, પહેલી વિકેટની શતકીય ભાગીદારી
બાદ કિવીઝ ટીમ તરફથી અન્ય કોઇ વિકેટની મોટી ભાગીદારી થઇ ન હતી અને ભારતીય બોલરોએ વાપસી
કરી હતી. આમ છતાં પ0 ઓવરના અંતે
300 રનના પડકારરૂપ સ્કોર સુધી પહોંચવામાં
સફળ રહી હતી. કિવીઝ ટીમને 300 રન સુધી પહોંચાડવામાં
મિડલ ઓર્ડર બેટન ડેરિલ મિચેલનું 84 રનનું મુખ્ય
યોગદાન રહ્યું હતું. તેણે 71 દડાની ઇનિંગ્સમાં
પ ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે કેરિયરની 11મી અર્ધસદી કરી હતી. અંતમાં ક્રિસ્ટિન કલાર્ક
17 દડામાં 3 ચોગ્ગાથી 24 રને અને કાઇલ જેમિસન 8 રને નોટઆઉટ રહ્યા હતા. વિલ યંગ 12, ગ્લેન ફિલિપ્સ 12, વિકેટકીપર મિચેલ હે 18, કપ્તાન માઇકલ બ્રેસવેલ 16 (રન આઉટ), ઝેક ફોકસ 1 સસ્તામાં આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ
સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી. ચાઇનામેન સ્પિનર
કુલદીપ યાદવને 1 વિકેટ મળી હતી. રાણાએ 6પ રન અને કૃષ્ણાએ 60 લૂંટાવ્યા હતા.