ઓસ્ટ્રાવા (ઝેક ગણરાજ્ય),
તા. 25 : ભારતના
સ્ટાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરાએ ગોલ્ડન સ્પાઇક એથેલિટકસ મીટમાં 8પ.29 મીટરના થ્રો સાથે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આમ એથ્લેટિકસ
મીટમાં નિરજ ચોપરનાએ શરૂઆત ફાઉલથી કરી હતી. બીજા પ્રયાસમાં તેણે 83.4પ મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
ત્રીજા પ્રયાસમાં 8પ.29 મીટરનો થ્રો શ્રેષ્ઠ રહ્યો
હતો અને અંતમાં પહેલા સ્થાને રહ્યો હતો. ચાર દિવસ પહેલા નિરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં
પણ ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો જ્યારે દોહા ડાયમંડ લીગમાં 90 મીટરનું અંતર પાર કરી બીજા
સ્થાને રહ્યો હતો.