• ગુરુવાર, 26 જૂન, 2025

બેલેટ પેપરે અનેક ઉમેદવારનાં ગણિત ખોરવ્યાં

ભુજ, તા. 25 : તાલુકાની 21 સામાન્ય અને ત્રણ પેટા સહિત કુલ્લ 24 ગ્રામ પંચાયતની  ચૂંટણીની હાથ ધરાયેલી ગણતરી દરમ્યાન બેલેટ પેપરે અનેકનાં ગણિત ખોરવી નાખ્યાં હતાં. મતદારોએ  ઉમેદવારોનાં નિશાન પર  યોગ્ય રીતે  મહોર ન મારતાં અનેક મત રદ થયા હતા, તો ઓછા અંતરે હારનારા ઉમેદવારોની નોટાએ  પણ બાજી બગાડી હતી. શહેરની લાલન કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરી મોડી રાત સુધી ચાલી હતી, તો વિજેતા બનતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવ્યા હતા. - માધાપર (નવાવાસ) : ભુજ તાલુકાની સૌથી વધુ વોર્ડ અને  15 હજારથી વધુ મતો ધરાવતી અને બહુચર્ચિત બનેલી માધાપર નવાવાસની સરપંચ પદની ચૂંટણીમાં  ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, જેમાં  13 રાઉન્ડ દરમ્યાન અનેક ઉતાર-ચડાવ બાદ વર્ષોથી સરપંચ પદ જાળવી રાખનારા અરજણભાઇ ભુડિયાની પેનલને જયંતભાઇ માધાપરિયા પ્રેરિત પેનલે પછડાટ આપી સરપંચ પદ મેળવ્યું હતું. આ ગામે  સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર વાલજીભાઇ ડાંગર (4816) મત મેળવી વિજયી થયા હતા, તો તેમના હરીફો વિશ્રામભાઇ કોલી (3851) તથા દીપક રાઠોડે (703) મત મેળવ્યા હતા. નયનાબેન પિંડોરિયા (વોર્ડ-1), લક્ષ્મીબેન ગરવા (વોર્ડ-2), ચંદ્રિકાબેન વાળંદ (વોર્ડ-3), વિજુબેન રબારી (વોર્ડ-4), હસમુખ સોલંકી (વોર્ડ-5), હર્ષ રાઠોડ (વોર્ડ-6), મહેશ પિત્રોડા (વોર્ડ-7), અનુપ કોટક (વોર્ડ-8), અરજણ ભુડિયા (વોર્ડ-9), કસ્તુરીબેન ભાનુશાલી (વોર્ડ-10), આશાબેન જોગી (વોર્ડ-11),  આરતીબેન આર્ય (વોર્ડ-12), લીલાવંતીબેન ગરવા (વોર્ડ-13), હંસાબેન હરશિયાણી (વોર્ડ-14), મહેશ ભુડિયા (વોર્ડ-15), જગદીશ માધાપરિયા (વોર્ડ-16), અરજણ ભુડિયા (વોર્ડ-17) અને ભરત સોરઠિયા (વોર્ડ-18) વિજેતા બન્યા હતા. - મિરજાપર : આ ગામે સરપંચ પદે ત્રણ ઉમેદવાર પૈકી રતિલાલ ચાવડા (1966) મત મેળવી વિજેતા બન્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ ગોપાલભાઈ ચાવડાને (1788), તો અન્ય હરીફ સુશીલાબેનને (100) મત મળ્યા હતા, જ્યારે સભ્ય તરીકે ધનબાઈ હીરાણી (વોર્ડ -1), અનસુયાબેન સુથાર (વોર્ડ -2), દમયંતીબેન ચાવડા (વોર્ડ -3), અંકિત ગોસ્વામી (વોર્ડ -4), શિવજી પિંડોરિયા (વોર્ડ -5) અને અરવિંદ શિયાણી (વોર્ડ -6) વિજેતા થયા હતા. - જાંબુડી : ગામની અનુસૂચિત જાતિની સીટ પર ચોપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં સરપંચ તરીકે ખીમજીભાઈ મારવાડા (643) મત મેળવી વિજેતા બન્યા હતા. જ્યારે હરીફ સરપંચ મુકેશ સાગઠિયા (228), ખીમજીભાઈ ધવડ (204) અને હિતેશ મારવાડાએ (121) મત મેળવ્યા હતા. આ ગામે શિરીનબાનુ બુઝુર્ગ (વોર્ડ -1), શકીલ કુંભાર (વોર્ડ -2), ભાવનાબા જાડેજા (વોર્ડ -3) અને શીતલ ખરેટ (વોર્ડ -4) તમામ બિનહરીફ થયા હતા. - રાયધણપર : આ ગામે અનુસૂચિત જાતિ ત્રી બેઠકમાં સરપંચ પદે અમીબેન પુંજાએ (899) મત મેળવી જીત મેળવી હતી, તો હરીફ હંસાબેન જેપારે (567) મત મેળવ્યા હતા. અહીં સભ્યો હાંસુબેન રબારી (વોર્ડ 1), ડાઈબાઈ જેપાર (વોર્ડ -3), રૂડીબેન કોઠીવાર (વોર્ડ -4) મમુ રબારી (વોર્ડ -5), કંચનબેન અરજણભાઈ (વોર્ડ- 6) ઈકબાલ બાવા (વોર્ડ -7) અને મુકેશ કાતરિયા (વોર્ડ -8) બિનહરીફ થયા હતા. - ભુજોડી : કચ્છની હસ્તકલા ક્ષેત્રે વિખ્યાત આ ગામે સામાન્ય બેઠક માટે ત્રણ ઉમેદવારે સરપંચ પદ માટે ઝુકાવ્યું હતું જેમાં શિવજીભાઈ મંગરિયા (815) મત મેળવી વિજેતા બન્યા હતા, તો અન્ય હરીફ ઉમેદવારો હમીરભાઈ રબારી (495) અને જેઠાલાલ મંગરિયા (264) મત મેળવી શક્યા હતા તો જેઠાલાલ મંગરિયા (વોર્ડ -1), અરવિંદ મંગરિયા (વોર્ડ -2), રાજેશ વણકર (વોર્ડ -3), વિજુબેન રબારી (વોર્ડ -4), કેશરબેન મંગરિયા (વોર્ડ -5 બિનહરીફ) અને સવિતાબેન ગરવા (વોર્ડ -7) વિજેતા થયા હતા. - ધ્રંગ : મેકણદાદા અખાડાના આ ગામે સામાન્ય ત્રી બેઠક પર સરપંચ તરીકે હંસાબેન કોવાડિયા અને આઠ પૈકી સાત વોર્ડ બિનહરીફ થયા હતા, પરંતુ એક માત્ર સાતમા વોર્ડ માટે યોજાયેલી ચૂંટણીમાં ભીમજી લખમણ વિજેતા બન્યા હતા. - હાજાપર : સામાજિક શૈક્ષણિક પછાતવર્ગ ત્રી બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં રતીબને રબારીએ (433) મત મેળવ્યા હતા, તો હરીફ અંકિતાબેન આહીરને (295) મત મળ્યા હતા. આ ગામે સાત વોર્ડ પૈકી છ બિનહરીફ થયા હતા. જ્યારે વોર્ડ નં. 3 માટે યોજાયેલી ચૂંટણીમાં અંકિતા આહીર વિજેતા થયા હતા. - ભારાસર : અનુસૂચિત જાતિ બેઠક માટે ચોપાંખિયા જંગમાં મોટા અંતરથી સરપંચપદે દેવજીભાઈ બુચિયા (1062) મત મેળવ્યા હતા, જ્યારે અન્ય હરીફો રમેશ બુચિયા (250), મણિલાલ વાઘેલા (230) અને મનજી મેરિયા (27) મત મેળવી શક્યા હતા. જ્યારે 9 વોર્ડ પૈકી છ બેઠક બિનહરીફ થઈ હતી, જ્યારે જરીનાબેન હાલેપોત્રા (134), ગોવિંદ વરસાણી (129) અને  સિધિક સમા (વોર્ડ-8) વિજેતા થયા હતા. - ફોટડી : સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ત્રી બેઠકમાં નિકીબેન રબારી (259) મત સાથે વિજેતા બન્યા હતા, તો હરીફ લાછુબેન રબારી (250) મત મેળવી શક્યા હતા. આ ગામે આઠ પૈકી ત્રણ વોર્ડ બિનહરીફ જ્યારે કરશનભાઈ હીરાણી (વોર્ડ-3), ધનજીભાઈ ભુડિયા (વોર્ડ -4), દક્ષાબેન  હીરાણી (વોર્ડ-5), ખીમજીભાઈ ચાવડા (વોર્ડ-7) અને પુરુષોત્તમ ચાવડા (વોર્ડ-8) વિજેતા બન્યા હતા. - કાળી તળાવડી : આહીરોની વધુ વસ્તી ધરાવતા આ ગામે ત્રિપાંખિયા જંગમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ મહિલા બેઠક પર  રાણીબેન ચાવડા (782) મત મેળવી વિજેતા બન્યા હતા, જ્યારે તેમના હરીફો લક્ષ્મીબેન ડાંગર (689) અને દિવ્યાબેન ઝેરે (55)મત મેળવ્યા હતા. આ ગામે પણ પાંચ વોર્ડ બિનહરીફ થયા હતા. જ્યારે પ્રેમિલાબેન મહેશ્વરી (115) અને જશીબેન ડાંગર (વોર્ડ-2) વિજયી થયા હતા. - કુરબઈ : સામાન્ય ત્રી બેઠક પર માત્ર સરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કરિશ્માબેન ધેડા (387) મત સાથે વિજેતા બન્યા હતા, જ્યારે તેમના હરીફ હાર્દિકાબેન રામજિયાણીએ (366) મત મેળવ્યા હતા. - મોખાણા : અનુસૂચિત જાતિની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો જેમાં સરપંચ પદે લાલો મેરિયા (714)મત સાથે વિજેતા થયા હતા તો અન્ય હરીફો માવજી મેરિયા (505) અને વેલજીભાઈ મેરિયા (54) મત મેળવી શક્યા હતા. તો વોર્ડ - 7ના વિક્રમ ગાગલ બિનહરીફ બન્યા હતા. - ગજોડ : સામાન્ય મહિલા બેઠક પર નંદુબા જાડેજા (498) મત સાથે વિજયી બન્યા હતા, તો હરીફ જીવુબા જાડેજાએ (242) મત મેળવ્યા હતા. આ ગામે સાત વોર્ડ બિનહરીફ થયા હતા. તો વોર્ડ-4માં નંદકુંવરબા જાડેજા વિજયી બન્યા હતા. - નારાણપર (પ.) : પટેલ ચોવીસીના  આ ગામે અનુસૂચિત જાતિ મહિલા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં મંજુલાબેન મહેશ્વરીએ (1174) મત મેળવી સરપંચ પદે આરૂઢ થયા હતા, જ્યારે તેમના હરીફ રમીલાબેન માતંગે (959) મત મેળવ્યા હતા, જ્યારે વોર્ડ-1માં  ઉમેશભાઇ નીનામા બિનહરીફ થયા હતા. - થરાવડા : સામાન્ય બેઠક પર ખેલાયેલા ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં  સરપંચપદે કૃપાબેન ભગત (589) મત મેળવી વિજયી બન્યા હતા. તો તેમના હરીફ અબ્બાસ કેવર (514) અને હિંમતલાલ ભગત (182) મત મેળવી શક્યા હતા, તો સભ્ય તરીકે  રાજેશકુમાર આયર (વોર્ડ 3), કાજલબેન આયર (વોર્ડ-5) અને ગંગાબેન મહેશ્વરી (157) મત મેળવી વિજયી બન્યા હતા. જ્યારે ત્રણ વોર્ડ બિનહરીફ બન્યા હતા. - સરલી : આ ગામે સામાન્ય બેઠક પર પંચકોણીય જંગમાં સરપંચ પદે પ્રફુલ્લ પિંડોરિયાએ  (437) મત મેળવી વિજેતા બન્યા હતા, તો અન્ય ચાર હરીફો હસન ઓઢેજા (299), ખીમજી રાબડિયા (150), રવજી રાબડિયા (113) અને હવાબાઇ ઓઢેજા (57) મત મેળવી શક્યા હતા, તો લખમાબાઇ કોળી (વોર્ડ-1), ભગવતીબેન પિંડોરિયા (વોર્ડ-2), મહેન્દ્ર રાબડિયા (વોર્ડ-3), પ્રેમજી હીરાણી (વોર્ડ-4), રમીલાબેન ગરવા (વોર્ડ-5), રવજી ગરવા (વોર્ડ-6) અને ગુલબાનુ  ઓઢેજા (વોર્ડ-8) વિજેતા થયા હતા. - કનૈયાબે : સામાજિક શૈક્ષણિક પછાતવર્ગ ત્રી બેઠક પર સરપંચ તરીકે  શકીલાબેન કોલી (500) મત મેળવી વિજયી બન્યા હતા, તો હરીફ હલુબેન કોલી (480) મત મળ્યા હતા. આ ગામે બે વોર્ડ બિનહરીફ થયા હતા, જ્યારે રોશનબાનુ શેખ (વોર્ડ-1), જીવણ કોલી (વોર્ડ-3), વલુ કોલી (વોર્ડ-4), હવાબાઇ ઉમરાણી (વોર્ડ-5), કાસમશા તાજવાણી (વોર્ડ-7)માં વિજેતા થયા હતા. - નાડાપા : આ ગામે સામાન્ય મહિલા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં  ત્રણ ઉમેદવારે ઝુકાવ્યું હતું, જેમાં સરપંચ તરીકે  ગીતાબેન ડાંગર  (634) મત મેળવી વિજયી થયા હતા, તો તેમના હરીફો કંકુબેન ચાડ (279) અને ગીતાબેન કાગીએ (235) મત મેળવ્યા હતા. આ ગામે પાંચ વોર્ડના સભ્ય બિનહરીફ વરાયા હતા, તો મંજુલાબેન ગંગર (વોર્ડ-1) અને લક્ષ્મીબેન કાગી (વોર્ડ-2)માં વિજેતા થયા હતા. - વર્ધમાનનગર : ભુજોડીમાંથી વિભાજિત થયેલા આ ગામે સરપંચ પદ માટે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, જેમાં રોનિત શાહે (709) મત મેળવી જીત હાંસલ કરી હતી, તો તેમના હરીફો ચંદ્રસિંહ જાડેજા (451) અને કિરણ પટેલ (249) મત મેળવી શક્યા હતા. આ ગામે એક વોર્ડ બિનહરીફ થયો હતો, જ્યારે કાંતિલાલ સોની (વોર્ડ-2) અને દીપક શાહ (વોર્ડ-3) વિજેતા થયા હતા. - ચુનડી : સામાન્ય ત્રી બેઠક પર આરતીબા જાડેજા  (235) મત મેળવી સરપંચપદે વિજેતા બન્યા હતા, તો તેમના હરીફ ક્રિષ્નાબા જાડેજાને (225) મત મળ્યા હતા. આ ગામે બે વોર્ડ બિનહરીફ  જ્યારે  ભરતસિંહ સોલંકી (વોર્ડ-1), હમીરજી સોઢા (વોર્ડ-2), ગંગાબા જાડેજા (વોર્ડ-4), સજ્જનબા જાડેજા (વોર્ડ-5), હેતલબા જાડેજા (વોર્ડ-6) અને અને ઝવેરબેન રમેશભાઇ (વોર્ડ-8) વિજેતા થયા હતા. - પદ્ધર : આ ગામે  સરપંચ તરીકે  રાજેશ ખુંગલાએ  (1381) મત મેળવી તેમના નજીકના હરીફ મેપાભાઇ ખુંગલા (1117)ને હરાવી વિજેતા થયા હતા. - ધાણેટી : મહિલા બેઠક પર  ડાહીબેન માતાએ (1487) મત મેળવી તેમના નજીકના હરીફ રાધાબેન માતા (967)ને હરાવ્યા હતા. - સામત્રા : સામાન્ય બેઠક પર આ ગામે સરપંચ પદે મહેન્દ્રસિંહ ઝાલાએ (977) મત મેળવી વિજેતા પદ મેળવ્યું હતું, તો તેમના હરીફ જાદવા વરસાણી (790) મત મેળવી શક્યા હતા. આ ગામે કાન્તાબેન વરસાણી (વોર્ડ-1), સીમાબેન ગોસ્વામી (વોર્ડ-2), વિજય સોલંકી (વોર્ડ-3), પ્રેમજી વરસાણી (વોર્ડ-4), માલશી મહેશ્વરી (વોર્ડ-5) અને નાથીબેન રબારી (વોર્ડ-6) વિજેતા થયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd