અંજાર,તા.25 : તાલુકા ની 25 પૈકી ની 8 ગ્રામ પંચાયતો ભાદરોઇ, બીટા વલાડીયા, મારીગણા,
મીઠા પાસવારિયા, ચંદીયા, સુગારીયા, કુંભારીયા, અને ચાંદ્રોડા,
સહિત ની 8 પંચાયતો સમરસ
બની હતી, જ્યારે બાકીની કુલ 17 ગ્રામ પંચાયતો વચ્ચે નવા સુકાનીઓ
માટે ચુંટણી જંગ જામ્યો હતો, જેમાં અજાપર, આંબાપર, દેવળીયા, જરૂ, ખંભરા, ખારા પસવારીયા, મથડા,
મોડસર, મોડવદર, નિગાળ,
રામપર, રાપર, મોડસર,
સાપેડા, સિનુગ્રા, વરસાણા
, વીડી તેમજ સમગ્ર કચ્છ માં જે વિસ્તાર ની ચૂંટણી ને લઇને ભારે ચર્ચા
જાગી હતી અને જેને લઈને લોકો માં પણ ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળેલ તે રતનાલ ની ગ્રામ
પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી. આજે ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી ના પરિણામ તરફ નજર
કરીએ તો શહેરના દેવળીયા નાકા મધ્યે આવેલ કે.કે.એમ.એસ ગર્લ્સ હાઈસ્કૂલ માં સવાર થી જ
મતગણતરી નો ધમધમાટ જોવા મળ્યો હતો. કોઇ અઇચ્છનીય બનાવ ન બને માટે ચુસ્ત પોલીસ બંદોસ્ત
પણ મત ગણતરી કેન્દ્ર પર ગોઠવવામા આવેલ હતો. - વીડી : ગ્રા.પંચાયતમાં
વિજેતા સરપંચ હમીદ મુસા જત (1098) હરીફ ઉમેદવાર વિશનજીભાઈ ધનજીભાઈ 672 મત મળ્યા હતા.તેમજ વોર્ડ નં.1માં રેશ્માબેન રીયાઝ આરબ તથા વોર્ડ નં.8 માં
મરિયમબેન જત બિનહરીફ વરાયા હતા. વોર્ડ નં.2 માં વીરબાઇ કોલી, વોર્ડ નં.3 માં પુષ્પાબેન
અરાવિંદભાઈ, વોર્ડ નં.4 માં રોશનબાનું અલીમામદ, વોર્ડ નં.5 માં પ્રેમીલાબેન બાબુલાલ,વોર્ડ નં.6માં સુલેમાન ઇલિયાસ,વોર્ડ નં.7 માં રમણિકભાઈ ભીખા, વોર્ડ નં.9 માં નસીમબાનુ કાસમ ,વોર્ડ
નં.10 ઈમ્તિયાઝ રજબઅલી સભ્ય
પદે ચૂંટાયા હતા. - રતનાલ : સમગ્ર કચ્છ માં ભારે ચર્ચા નો કેન્દ્ર રહેલ
રતનાલ ગ્રામ પંચાયત બેઠક પર સમગ્ર મત ગણતરી ની પ્રક્રિયા દરમિયાન ભારે રસાકસી જોવા
મળેલ હતી, આ બેઠક પર રતનાલ ના પૂર્વ સરપંચ ત્રિકમભાઇ વરચંદ ના ધર્મપત્ની સરિયાબેન વરચંદ અને પૂર્વ રાજ્યમંત્રી
વાસણભાઈ આહિર ના પુત્ર ત્રિકમભાઇ આહિર વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો હતો, રતનાલ ગ્રામ પંચાયત ના પરિણામ સૌથી છેલ્લે જાહેર થયુ હતું. જેમાં ત્રિકમભાઇ
વાસણભાઈ આહિર (2325 મત) અને સરિયાબેન
ત્રિકમભાઇ વરચંદ (2479 મત) મત મળ્યા હતા.અંતે સરિયાબેન વરચંદ 154 મતો થી વિજયી બન્યા હતા.તેમજ
વોર્ડ નં.1માં સમીબેન રણછોડભાઈ,વોર્ડ નં.2માં વાછાઇબેન રૂપાભાઈ વરચંદ વોર્ડ નં.3માં
પરમાબેન દેવાભાઈ,વોર્ડ નં.4માં ત્રિકમભાઇ શામજી વરચંદ, વાર્ડ નં.5 માં ભગુભાઈ ગાવિંદભાઈ, વોર્ડ નં.6 માં જાશુબેન દેવાભાઈ (બિનહરીફ),વોર્ડ નં.7 માં ડાઈબેન મહેશ્વરી,વોર્ડ નં.8 માં જશીબેન ત્રિકમભાઇ,વોર્ડ નં.9 માં રાધાબેન ભીમજીભાઈ,વોર્ડ
નં.10 માં માદેવાભાઈ
માતા, વોર્ડ નં.11 માંમહેશભાઈ જયંતિલાલ (બિનહરીફ), વોર્ડ નં.12માં દેવજીભાઈ કાનાભાઇ માતા સભ્યપદે ચૂંટાયા
હતા. - નિંગાળ : ગ્રામ પંચાયત બેઠક ઉપર વિજેતા સરપંચ રાજેશ અરજણ જરૂ (801) હરીફ ઉમેદવાર રાજેશભાઈ જખુભાઇ
જરૂ 13 મત, ઘનશ્યામ શંભુભાઈ 681 મત મળ્યા હતા.વોર્ડ નં.1 માં શિલ્પાબેન હુંબલ, વોર્ડ નં.2માં દેવરાજભાઈ કરશનભાઇ,વોર્ડ નં.3માં શામજીભાઈ ગાવિંદભાઈ,વોર્ડ નં.4 માં થાવરભાઈ પુંજાભાઈ,વોર્ડ નં.5 મીરિયાબેન મામદભાઈ, વોર્ડ નં.6 માંલક્ષ્મીબેન કાનજીભાઈ (બિનહરીફ), વોર્ડ
નં.7 માં ભારતીબેન
ભરતભાઇ, વોર્ડ નં.8 માં રવિભાઇ મહેશ્વરી સભ્યપદે ચૂંટયા હતા. - મથડા : ગ્રામ પંચાયતમાં વિજેતા સરપંચ મહેકુજાબાનુ જુસબ ગની (911) હરીફ ઉમેદવાર સમીનાબાનું સમીરને
385 મત મળ્યા હતા. સભ્યપદે વોર્ડ
નં.1 નઝીયા અસરફ રોહા,વોર્ડ નં.2 માં મહેશ્વરી પુષ્પાબેન,વોર્ડ નં.3 માં સાઝીયા સુલતાન,વોર્ડ નં.4 માં આગરીયા અઝબ અલી,વોર્ડ નં.5 માં ઉઠમણા શરીફાબાઈ તથા વોર્ડ નં.7 માં શ્રી આગરીયા બિનહરીફ તથા
વોર્ડ નં.6માં હલીમાબાઈ
રઉફ વિજેતા બન્યા હતા. - સાપેડા : પંચાયત પર અનુ.જાતિ સ્ત્રી ની અનામત બેઠક
પર વિજેતા સરપંચ મનુબેન ભીખાભાઇ (1055) હરીફ ઉમેદવાર ખેતબાઈ ધીરજલાલ 29 મત, કલ્પનાબેન બડગા 122 મત , રતનબેન વિશ્રામભાઈ 203 મત મળ્યા હતા.સરપંદ પદના વિજેતા મનુબેન ભીખાભાઈ અંજાર તાલુકા માં સૌથી વધુ લીડ થી જીત્યા હતા. સભ્યપદે વોડ નં.5 માં વાલજીભાઇ ધરમશી,વોર્ડ નં.6 માં રવજીભાઇ બાબુભાઈ,વોર્ડ નં .7 જિજ્ઞાબેન રવીન્દ્રકુમાર વિજયી બન્યા હતા.
વોર્ડ નં.1 માં મેસીબેન પાંચાબેન, વોર્ડ નં.2 માં મુરીબેન માદેવાભાઇ,વોર્ડ નં.3માં
કિરણ મરંડ,વોર્ડ નં.4 માં જાનીબેન માદેવા બિનહરીફ થયેલ હતા. - જરૂ : વિજેતા સરપંચ જશુબેન ભરતભાઇ જરૂ (663) હરીફ ઉમેદવાર મીતલબેન વિજયકુમાર 311 મત મળ્યા હતા.સભ્યપદે
વોર્ડ નં.4 માં કાસમ
જાફર ખેબર વિજેતા બન્યા હતા,તેમજ વોર્ડ નં.1 માં શાંતિ બેન જરૂ,વોર્ડ નં.2 મંજુબેન ભરતભાઇ,વોર્ડ નં.3 જખુભાઈ શિવજીભાઈ,વોર્ડ નં.5 માં કોલી કુંવરબેન મનજીભાઈ, વોર્ડ નં.6 માં પ્રવીણભાઈ રબારી, વોર્ડ નં.7 માં સોનબાઈ ખમુ મહેશ્વરી,વોર્ડ નં.8 માં રબારી આનંદ રાજા બિનહરીફ રહયા હતા.
- સીનુગ્રા : અંજાર તાલુકા ની સીનુગ્રા બેઠક એ લોકતંત્ર
નો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ હતું, આ બેઠક માં વિજેતા સરપંચ રામજી પચાણ મહેશ્વરી (117) હરીફ ઉમેદવાર ખેરાજભાઈ મહેશ્વરીને
72 મત, સલમાબેન ગંઢ 484 મત મળ્યા હતા.આ બેઠકમાં
સરપંચ પદે વિજેતા રામજીભાઈ દલિત સમાજમાં આવતા
હોવા છતાંય તેઓ સામાન્ય બેઠક પર થી જંગી મતો થી જીત્યા હતા સભ્યપદે વોર્ડ નં.5 માં અનવર કકલ,વોર્ડ નં.6 વિનોદભાઈ મહેશ્વરી, વોર્ડ નં.8 માં સલમાબેન સભ્યપદે જીત મેળવી હતી. તેમજ વોર્ડ નં.1 માં મંજુલાબેન વિજયભાઈ,વોર્ડ નં.2 માં કુંવરબેન ડાંગર,વોર્ડ નં.3 માં પૂરબાઈ કાનજીભાઈ,વોર્ડ નં.4 કૈલાસ કરશનભાઇ,વોર્ડ નં.7 કાનજી ગાવિંદ
મહેશ્વરી,વોર્ડ નં.9 દીપાબેન દિનેશભાઈ, વોર્ડ્ર નં.10 પ્રવીણભાઈ ધીરજલાલ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. - મોડસર
: ગ્રામ પંચાયતની વિજેતા સરપંચ ધનુબેન નારાણભાઇ
(565) હરીફ ઉમેદવાર ગીતાબેન અંકિતભાઈ 30 મત, તથા શાંતિબેન શામજીભાઈ 396 મત મળ્યા હતા.તેમજ સભ્યપદે
વોર્ડ નં.2માં વાલાબેન બોચિયા,વોર્ડ નં.3 માં મંજુબેન ચાવડા,વોર્ડ નં.4 માં રણધીર કાઠી,વોર્ડ નં.5 માં લખુ ભાઈ ભીખાભાઈ,વોર્ડ નં.6 માં લખમાબેન કરશનભાઇ વોર્ડ નં.7 માં હાંસીબેન નાગજીભાઈ,વોર્ડ નં.8 માં નારાણ ભીખાભાઈ વિજેતા બન્યા હતા. વોર્ડ
નં.1 માં ભચીબેન ભીલ બિન હરીફ રહ્યા હતા. - વરસાણા : પંચાયતમાં વિજેતા સરપંચ દક્ષાબા અનિરુદ્ધસિંહ (448) હરીફ ઉમેદવાર આશાબા દિલીપાસિંહ
313 મત મળ્યા હતા. સભ્યપદે વોર્ડ
નં.1 માં ગીતાબા વાઘેલા, વોર્ડ નં.2 માં ગવરીબેન દિલીપભાઈ, વોર્ડ નં.3માં મીનાક્ષીબેન પ્રવીણભાઈ,વોર્ડ નં.4 માં
જીવણ ભરવાડ , વોર્ડ નં.5 માં હસમુખસંગ બહાદુરસંગ,વોર્ડ નં.6 માં એનાયતબેન કરીમભાઇ,વોર્ડ નં.7 માં ગુલમામદભાઈ કાદુ ,વોર્ડ નં.8માં રમજાન હિંગોરજા વિજેતા થયા હતા. - રાપર
: ગ્રામ પંચાયતમાં વિજેતા રવાભાઇ વેલાભાઇ
(469) હરીફ ઉમેદવાર કમીબેન મૈસુર
ભાઇ 14 મત, તથા
રામાભાઇ મોમાયાભાઇ 439 મત મળ્યા
હતા. સભ્ય પદે વોર્ડ નં.1 માં સજીબેન માંડણ ભાઈ,વોર્ડ નં.2માં સતીબેન રામજીભાઇ,વોર્ડ નં.3 માં નવીનભાઇ હીરાભાઇ,વોર્ડ નં.6 માં મીઠીબેન વિરાભાઇ, વોર્ડ નં.7 માં આશાબેન
વજુભાઇ વિજેતા બન્યા હતા, વોર્ડ નં.4 માં ઉપેન્દ્રાસિંહ વાઘેલા,વોર્ડ નં8 માં ડાહ્યાભાઇ લવજીભાઇ બિનહરીફવિજેતા બન્યા
હતા.- ખંભરા
: વિજેતા સરપંચ લખીબેન પ્રકાશ હુંબલ (1128) હરીફ ઉમેદવાર કાનબેન કરશન સૂંઢાને
372 મત મળ્યા હતા. સભ્યપદના વોર્ડ
નં.1 માં રતનબા રમુભા ચૌહાણ, વોર્ડ નં.3માંલક્ષ્મીબેન જખુભાઈ સૂંઢા,વોર્ડ નં.4 માં મહેશ્વરી રાજેશ કરશનભાઇ,વોર્ડ નં.5 માં રમીલાબેન રમેશભાઈ,વોર્ડ નં.6માં પ્રકાશ અરજણ હુંબલ, વોર્ડ નં.7 માં
રમેશ કાંતિલાલ પરમાર સભ્યપદ જીત્યા હતા. અનેવોર્ડ નં.2 માં જત આશિયાબેન, વોર્ડ નં.8 માં મેઘજીભાઈ જેસંગભાઈ બિનહરીફ થયા હતા.
- ખારા પસવારીયા : ગ્રામ પંચાયતમાં વિજેતા સરપંચ કોમલબેન રાધાભાઇ (451) હરીફ ઉમેદવાર જાશીબેન લાખાભાઇ
211 મત મળ્યા હતા.વોર્ડ નં.1 માં રતનબેન ભચુભાઈ,વોર્ડ નં.2 માં ભાવનાબેન બેચરાભાઈ, વોર્ડ નં.3કાનજીભાઈ રબારી, વોર્ડ નં.4 માં સોનીબેન નવીનભાઈ, વોર્ડ નં.5 માં સુરેશભાઈ ભીખાભાઈ,વોર્ડ નં.6 માં જ્યોતિબેન શંભુભાઈ, વોર્ડ નં.7 માં શંભુભાઈ તેજાભાઈ કારૂ, વોર્ડ નં.8 માં શામજીભાઈ મામદ વિજેતા
બન્યા હતા. - અજાપર : પંચાયત માં સરપંચ કરસન ડાયાભાઇ (464) હરીફ ઉમેદવાર ગાવિંદભાઇ આણદાભાઇ 320 મત મળ્યા હતા.સભ્યપદે વોર્ડ
નં.3 માં શંકરભાઈ રબારી, વોર્ડ નં.7 ઉમિયાબેન કાનજીભાઇ સભ્યપદે વિજેત બન્યા
હતા.વોર્ડ નં.1 માં ધનુબેન ધરમશી, વોર્ડ નં.2 માં લખીબેન ચૈયા,વોર્ડ નં.4 માં મોંઘીબેન હેઠવાડિયા,વોર્ડ નં.5 માં ભાવિક બાબુભાઇ, વોર્ડ નં.6 માં અરજણભાઇ વંકા બિનહરીફ થયા હતા. - મોડવદર ગ્રા.પં. : ગ્રા.પં ના વિજેતા સરપંચ દિનેશ કરમશી રબારી (777) હરીફ ઉમેદવાર શંભુભાઇ ડાંગર 127 મત, ખીમજીભાઇ માદેવા
ડાંગર 105 મત, હારુન ખલિફા 52 મત, મુકેશ રાધુભાઈ (30 મત) મળ્યા હતા.સભ્યપદ માં વોર્ડ
નં. 1 માં મોંઘીબેન અરજણભાઇ, વોર્ડ નં.2 માં હાંસીબેન રબારી, વોર્ડ નં.3 માં વેરશીભાઇ રબારી જીત્યા હતા. વોર્ડ નં.4 રતનુબેન રબારી,વોર્ડ નં.5 ઇશ્વરભાઇ
રબારી, વોર્ડ નં.6 દાનાભાઇ રબારી,વોર્ડ નં.7 કેશર નરાસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા.
- દેવળીયા : ગ્રા.પંચાયત બેઠક પર માત્ર સરપંચ પદ માટે ચૂંટણી યોજાયેલ હતી
જેમાં વિજેતા સરપંચ કરીમાબાઇ ઇશા મથડા (421) હરીફ ઉમેદવાર રહિમાબેન આલીમામદ
114 મત મળ્યા હતા. તેમજ વોર્ડ નં.1 થી 8 ના સભ્ય પ્રીતિબેન દિપકભાઇ ચાવડા, શિવાંગી રાઠોડ, મોસીમ
મથડા, ઝરીનાબેન મથડા, અફસાના મથડા,
ભીમજી દાફડા, નાગલબેન દાફડા, વાઘેલા મુરજીભાઇ સભ્યપદે બિનહરીફ થયા હતા. - રામપર : ગ્રામ પંચાયત માં વિજેતા સરપંચ રાજેશ તેજાભાઇ (640) હરીફ ઉમેદવાર સાલેહમામદ નૂરમામદ
196મત મળ્યા હતા. સભ્ય પદે વોર્ડ
નં. માં વીનોદકુમાર સામતભાઇ,વોર્ડ
નં.3 માં હીરાભાઈ ધના ભાઇ વિજયી બન્યા હતા, તેમજ વોર્ડ નં.2 માં પરમાબેન અજાભાઇ, વોર્ડનં.4 થી 8 માં રાણીબેન મજાભાઇ, મુસ્કાન બાપડાં, સ્વાભાઇ ભીલ, અલિયાસ
અલી ભાઇ બિનહરીફ રહ્યા હતા. - આંબાપર : પંચાયતના
વિજેતા સરપંચ શંકરભાઇ વેલજીભાઇ (721) ચૂંટણી માં
હરીફ ઉમેદવાર શંભુભાઇ બકુત્રા 648 મત મળ્યા હતા, સભ્ય પદે વોર્ડનં. 1 માં જીવીબેન હરિભાઈ,વોર્ડ નં.2 માં દેવલભાઇ
ભીમાભાઈ, વોર્ડ નં.4 માં રમેશભાઈ રામજીભાઇ,વોર્ડ નં.5 માં સરસ્વતી પ્રકાશભાઇ, વોર્ડ નં.7 માં પરષોત્તમભાઈ માદેવાભાઈ, વોર્ડ નં.8 માં પ્રેમકુમાર શંકરભાઈ, સભ્યપદે ચૂંટાયા હતા, વોર્ડ નં.3 માં રમીલાબેન
રાજેશભાઇ, વોર્ડ નં.6 માં વેજીબેન રાણાભાઇ બિનહરીફ થયેલ હતા.
- ઉત્તેજના, જબ્બર રાજકીય ટક્કર સાથે રતનાલનો ચૂંટણી જંગ
`હોટ' : ભુજ, તા. 25 : સમગ્ર જિલ્લાની
નજર જે ગ્રામ પંચાયત ઉપર મંડાઈ હતી, તેવી રતનાલ (તા. અંજાર) ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકારણના અઠંગ દાવ અને જબ્બર
રાજકીય ટક્કરથી ભારે ઉત્તેજનાવાળી બની રહી હતી. આ રાજકીય જંગમાં પૂર્વ રાજ્યમંત્રી
વાસણભાઈ ગોપાલ આહીરના પુત્ર ત્રિકમભાઈને મહિલા પ્રતિસ્પર્ધી સરિયાબેન ત્રિકમભાઈ વરચંદના
હાથ હાર ખમવી પડી હતી. ઉત્તેજનાસભર એવી રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ તાલુકામાં
સૌથી છેલ્લે જાહેર થયું હતું. વિજેતા ઉમેદવાર સરિયાબેન વરચંદને 2489 અને પરાસ્ત ઉમેદવાર ત્રિકમભાઈ
આહીરને 2325 મત મળ્યા હતા. પહેલા રાઉન્ડથી
જ સરસાઈ મેળવનારા વિજેતા મહિલા ઉમેદવારે અંતિમ રાઉન્ડ સુધી આ ટ્રેન્ડ બરકરાર રાખી અંતે
154 મતથી ભારે પ્રતિષ્ઠાભર્યો આ
જંગ જીત્યો હતો. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર,
વર્તમાન અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ
જિલ્લા ભાજપના વર્તમાન અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જીવાભાઈ
આહીર જે ગામના વતની છે, તે રતનાલને તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં
રાજકારણનું એપી સેન્ટર ગણવામાં આવે છે. દૂધ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયના કારણે સમૃદ્ધ
બનેલા આ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી પણ કશ્મકશભર્યો જંગ બની હતી. આંતરિક વમળો તીવ્ર
હતાં અને હાર-જીત માટે ભારે દાવપેચ ખેલાયા હતા. પૂર્વ રાજ્યમંત્રીના પુત્ર સામે તેમના
જ સંબંધી મહિલા ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રહેવા સાથે આ ચૂંટણી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો
વિષય બની હતી.