ભચાઉ,તા.25 : ભચાઉ તાલુકાની છ ગ્રામ પંચાયતની
ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ બુધવારે મતગણતરી થઈ હતી, જેમાં પાંચ ગ્રામ પંચાયતને નવા મહિલા સુકાની
મળ્યા છે. ભચાઉમાં વોંધ ધોરીમાર્ગ ઉપર આવેલી
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે મતગણતરી થઈ હતી. અહીં સવારથી જ ઉમેદવારો અને તેમના ટેકેદારો
આવી પહોંચ્યા હતા અને બેલેટ પેપરની ગણતરી શરૂ થતાની સાથે જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો
અને લગભગ ઢળતી સાંજે છ ગ્રામ પંચાયતનું પરિણામ સામે આવી ગયું હતું, જેમાં પાંચ ગ્રામ પંચાયતને મહિલા સુકાની મળ્યા હતા. આ ચૂંટણીમાં જૂના કટારિયા
ગ્રામ પંચાયતનો જંગ રસપ્રદ રહ્યો હતો, તો ઘરાણાના સરપંચ સૌથી
વધુ લીડે જીત્યા હતા. - કકરવા : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચ-રાણીબેન
મહાદેવભાઇ ઉંદરિયા (826 મત) હરીફ ઉમેદવાર-હીરીબેન કરસનભાઈ પરમાર (488 મત) સભ્ય તરીકે નાવીબેન પૂંજાભાઈ, મિત્તલબેન હરિભાઈ ઉંદરિયા, જીવરાજભાઈ છગનભાઇ ભીલ, ખેતુબેન ડાયા રબારી, જાવેદ જાન મામદ પરમાર, હભુ વાલા ભટ્ટી, ડાઇબેન રામાભાઇ કોળી, જગદીશાસિંહ પ્રવીણાસિંહ જાડેજા,
વિજેતા થયા હતા. - જૂના કટારિયા : ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા સરપંચ-નીલમબેન
હેમુદાન ગઢવી (767 મત) હરીફ ઉમેદવાર-પૂરીબેન હરિ
ચાવડા (46 મત), રૂડીબેન બાબુભાઈ ગામી (269 મત), સોનલબેન દિલીપદાન ગઢવી(373 મત) કાજલબેન રણછોડભાઈ ગરવા, જેતીબેન બાબુભાઇ કોળી, હેમુદાન ભૂપતદાન ગઢવી, શાહ હુસેનશા સુલતાનસા સૈયદ,
નીલાબેન દેવા પરમાર, સવિતાબેન દેવા પરમાર,
વિનોદભાઈ ગાવિંદભાઇ ગામી, હિતેશ ડોસા ગામી સભ્ય તરીકે વિજેતા બન્યા હતા. - લખપત : વિજેતા સરપંચ-અંબાવી
ભુરાભાઈ રાવરિયા (456 મત ) હરીફ
ઉમેદવાર-મૂળજીભાઈ ભચુભાઈ (396 મત), તો સભ્ય તરીકે કલ્પનાબેન ચમન સુથાર,
કેશવલાલ પેથા જતાવાડીએ, રતિલાલ સવજી રાવરિયા,
વનીતાબેન જાખુ કોળી વિજય થયા હતા. - ઘરાણા : ગ્રામ પંચાયતમાં વિજેતા સરપંચ-સોનલબેન બાબુભાઈ ડાંગર (1559 મત) હરીફ ઉમેદવાર-રમાબેન ચકુભાઈ
રબારી (897 મત), ઉષાબેન ડાંગર (29 મત ), સભ્ય તરીકે ચેતનાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ,
રમીલાબેન મહાદેવભાઈ ડાંગર, લક્ષ્મીબેન ગણેશભાઈ
જોસરફાળ, વિરમભાઇ ભગુભાઈ રબારી, ભચાભાઈ
સોમાભાઈ રબારી, સાકરબેન મોહનલાલ કોળી, કલ્પેશ
રામજીભાઈ ડાંગર, શાંતાબેન પ્રેમજીભાઈ સોલંકી, મહેશભાઈ તરસીભાઇ કોળી વિજેતા બન્યા હતા. - માય : ગ્રામ પંચાયતની એક માત્ર સભ્યની ચૂંટણી યોજાઈ હતી. અન્ય બેઠકોના
બિનહરીફ થયા હતા. વિજેતા સરપંચ-શાંતિબેન ગાવિંદભાઈ વાણિયા (551 મત) હરીફ ઉમેદવાર-કેસરબેન ગાવિંદભાઈ
વાણિયા (492 મત), ખડીરના સભ્ય તરીકે પેથાભાઈ ગણેશભાઈ માતા વિજેતા
બન્યા હતા. - ગણેશપર (ખડીર) : વિજેતા સરપંચ-કુંવરબેન અરજણભાઈ ઢીલા (586 મત) હરીફ ઉમેદવાર-જમણીબેન માદેવા
વરચંદ (265 મત) સભ્યો અગાઉ બિનહરીફ થઈ
ગયા હતા. અહીં માત્ર સરપંચપદ ચૂંટણી થઈ હતી.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી જે. આર. ગોયલ રહ્યા
હતા, પ્રારંભે, બેલેટની અલગ
તારવણી કરી સરપંચ સભ્યના વોર્ડ વાઇસ અલગ તારવણી કરી માન્ય અમાન્ય મત અલગ કર્યા બાદ
ગણતરી શરૂ કરાઈ હતી. અતિ શાંતિપૂર્ણ મત ગણતરી બાદ વિજેતા સભ્યો, સરપંચને ટેકેદારોએ ઊંચકીને અભિનંદન પાઠવ્યાં હતાં.