દયાપર/માતાના મઢ (તા. લખપત),
તા. 25 : લખપત તાલુકામાં
ગ્રામ્ય સંસદની ચૂંટણીનું આજે પરિણામ આવતાં તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે મોર્ડન સ્કૂલના સંકુલમાં લોકોના ટોળાં જમા થયા હતા. તીર્થધામ નારાયણ
સરોવર, માતાના મઢ સહિત બરંદા, વિરાણી, દોલતપર ગ્રા.પં.ની ચૂંટણીના બપોરે ત્રણ વાગ્યા
સુધી પરિણામ જાહેર થઇ ગયા હતા. - વિજેતા સરપંચે માતાના મઢ ખાતે દર્શન કર્યા : માતાના મઢ ગ્રા.પં.ની ચૂંટણીમાં સરપંચ પદે
કાસમભાઇ હાજી જાકબ કુંભાર, 245 મતે વિજયી થયા હતા. તેમને કુલ્લ
945 મત મળ્યા હતા. સામેના હરીફ
ઉમેદવાર ખેતાભાઇ ગાભાભાઇ જાગરિયાને 695 મત મળ્યા હતા. વોર્ડ-1માં મિતલબેન દિલીપભાઇ રાજગોર, વોર્ડ
નં.-2 રામજીભાઇ માવજીભાઇ બાંભણિયા, વોર્ડ નં.-4માં સૈયદ આઇશાબાઇ રજબછા, વોર્ડ નં.-7માં નંદુબા સતુભા ચૌહાણ વિજેતા જાહેર થયા
હતા. બીજી બાજુ વોર્ડ નં. 5માં ઓસમાણ
રમધાન નોતિયાર, વોર્ડ નં.-6માં વનિતાબેન હિતેશભાઇ મહેશ્વરી તેમજ વોર્ડ
નં.-8માં ભગીરથસિંહ મંગલસિંહ સોઢા બિનહરીફ-સભ્ય
ચૂંટાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013થી 2018 સુધી કાસમભાઇ કુંભારના પત્ની
હમીદાબેન કુંભાર સરપંચ પદે રહી ચૂક્યા હતા. - નાની વિરાણી : સરપંચપદ માટે ઇસા ઇબ્રાહીમ જત (પ66)એ જુમા સુલેમાન જત (500)ને 66 મતથી હરાવ્યા હતા. અહીં બહાર વસતા મતદારોની બે લકઝરી મતદાન માટે
આવતાં પરિણામ ફરી ગયું હતું. જોકે તેનો ખર્ચ પણ વધી ગયો હતો. - બરંદા ગ્રા.પં.
: રસાકસી ભરી ચૂંટણીમાં નથુભાઇ, કાંયાભાઇ રબારી (643)થી ગોપાલભાઇ હમીર માતંગ (409) 234 મતથી હાર્યા હતા. બરંદા ગ્રા.પં.માં
વોર્ડ નં.-1માં હનીફાબાઇ હુસેન સમેજા (95), વોર્ડ નં.-2માં શબાના ઇસ્માઇલ હજામ (108), વોર્ડ નં.-3માં પરમાબાઇ વાલજી મહેશ્વરી (139), વોર્ડ નં.-4માં માનબાઇ ધનજી મહેશ્વરી (73), વોર્ડ નં.-5માં રફીક આમદ સમેજા (42) મત મેળવી વિજયી થયા હતા. ત્રણ
ગામમાં સરપંચ પદની ચૂંટણી હતી, જ્યારે કુલ પાંચ ગામના વોર્ડમાં સભ્યની પણ ચૂંટણી થઇ હતી. જેમાં - નારાયણ સરોવર : વોર્ડ નં.-3માં મરિયાબાઇ મામદ કુંભાર (125), વોર્ડ નં.-5માં યોગેન્દ્ર પ્રવીણસિંહ રાણા (87), વોર્ડ નં.-2માં પ્રભાબેન વસંતભાઇ મહેશ્વરી (84) મત મેળવી વિજયી થયા હતા. - માતાના મઢ : ચાર વોર્ડની ચૂંટણી થઇ હતી. સભ્ય તરીકે
વોર્ડ નં.-1માં મિતલબેન દિલીપભાઇ રાજગોર (73) વોર્ડ-2માં રામજી માવજી બાંભણિયા (190), વોર્ડ નં.-4માં આયશામા ગુલામશા સૈયદ (148), વોર્ડ નં.-7માં નંદુબા સતુભા ચૌહાણ (124) મત મેળવી વિજેતા જાહેર થયા
હતા. - દોલતપર ગ્રા.પં. : ચૂંટણીમાં ત્રણ વોર્ડમાં ચૂંટણી થઇ હતી. વોર્ડ નં.-3માં હાસમ સુમાર સુમરા (40), વોર્ડ નં.-7માં અજય જેન્તીલાલ સાંખલા (70) અને વોર્ડ નં.-8માં દેવાભાઇ માલા રબારી (50) મત મેળવી વિજયી થયા હતા. - નાની વિરાણી : ગ્રા.પં.માં વોર્ડ નં.-1માં રોમતબાઇ મામદ જત (85), વોર્ડ નં.-4માં જત સીધીક જુમા (46), વોર્ડ નં.-6માં જત રૂકશાના વસાયા (112), વોર્ડ નં.-7માં જત ફાતમાબાઇ સીધીક (99), વોર્ડ નં.-5માં હાજી ...જત (105), વોર્ડ નં.-8માં વસાયા સુલતાન જત (88) મતે જીત્યા હતા. અહીં વોર્ડ નં.-5ના વિજેતા ઉમેદવાર ફક્ત ત્રણ મતથી જીત્યા
હતા. - નોટા અને અમાન્ય મતની સંખ્યા
વધી : બરંદા-89, નાની વિરાણી-25, ના. સરોવરમાં-18 મત અમાન્ય ઠર્યા હતા. નોટાની સંખ્યા જોતાં વિરાણી-7, બરંદા-19, ના. સરોવ-10, દોલતપર-9 થઇ હતી. મતગણતરી માટેની વ્યવસ્થા મામલતદાર
એસ.ઓ. ડોડિયાએ સંભાળી હતી. મામલતદાર, તા.વિ. અધિકારી લક્ષ્મીબેન ઠકોર વિ. ઉપસ્થિત રહી ચૂંટણી કાર્ય કોઇ વિવાદ વગર
સંપન્ન કરાયું હતું. દયાપર પીએસઆઇ ડી.બી. વાઘેલાએ
કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનું જણાવ્યું હતું. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
હતો. વિજેતા ઉમેદવારોએ વાજતે-ગાજતે સરઘસ કાઢ્યો હતો. તો દયાપર-પાનધ્રો હાઇવે પર વાહનોનો
ખડકલો જોવા મળ્યો હતો. મોર્ડન સ્કૂલની બાજુમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. જગ્યા
ન મળતાં માટીના મોટા ઢગલા પર પણ લોકો બેસી લોકશાહી પર્વ માણ્યો હતો. - માતાના મઢ
ગ્રા.પં. ચૂંટણીમાં 15 જેટલી
એક રૂપિયાની નોટ મતપેટીમાંથી નીકળી : માતાના મઢ સરપંચ પદની ચૂંટણીની મતગણતરીમાં
મતપેટીમાંથી એક-એક રૂપિયાની એવી 15 જેટલી ચલણી
નોટ મળી હતી. વિશેજ્ઞોએ મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઉમેદવારને મત આપ્યો છે તેના સંકેત કે,
સાબિતીરૂપે આ ચલણી નોટ મતપેટીમાં નખાઇ હોય તેવું પ્રાથમિક તબક્કે લાગે
છે. જો કે, લોકોને તો આ બાબતે કુતૂહલ થયું હતું, તો કોઇકે આ બાબતને મજાકમાં લીધી હતી. ચૂંટણીમાં આવા ગતકડાં જોવા મળતાં હોય
છે.