• ગુરુવાર, 26 જૂન, 2025

-ને અચાનક ગાંધીધામમાં વહેલી સવારે રોડના ખાડા પૂરવાની કામગીરી શરૂ

ગાંધીધામ, તા. 25 : ગાંધીધામના ડીસી-2માં આવેલા સભાગૃહ પાસે એક કાર્યક્રમ થકી ગુરુકુળ વિસ્તારમાં અચાનક વહેલી સવારે માર્ગનાં ગાબડા પૂરવાની કામગીરી શરૂ થતા આશ્ચર્ય પ્રસર્યું હતું. તંત્રની આ કામગીરીથી ચોંકી ઊઠેલા લોકોએ કાર્યક્રમના કારણે ખાડા પૂર્યા ત્યારે શહેરના અન્ય મોટા ખાડા કેમ નથી પુરાતા તેવો સવાલ કરી ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં 375 કિલોમીટરનું રોડ નેટવર્ક છે વરસાદ પહેલાં 50 ટકાથી વધુ માર્ગો ઉપર મોટા-મોટા ખાડાઓને ગાબડાંઓ હતા. વરસાદ પછી સ્થિતિ વધુ ખરાબ થઈ છે. લગભગ માર્ગો ઉપર ખાડાઓ પડી ગયા છે. તેની પહોળાઈ અને ઊંડાઈ વધતા ગંભીર અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. લોકોને ઇજાઓ પહોંચી રહી છે. વરસાદમાં વાહનચાલકોને ખાડા દેખાય નહીં તે સ્વાભાવિક છે તેના કારણે ઘણા અકસ્માત સર્જાયા છે. આ ગંભીર સ્થિતિની તંત્રને ગંભીરતા ન હોય તેમ કોઈ કાર્યવાહી કે કામગીરી થતી નથી. પરિણામે જોડિયા શહેરોના નાગરિકોમાં તંત્ર પ્રત્યે વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના સમયે સ્થિતિ ખરાબ હતી. મહાનગરપાલિકા બન્યા પછી લોકોને આશાઓ જાગી હતી, પરંતુ લગભગ છ મહિનાનો સમય વીતી ગયા પછી પણ કોઈ ખાસ બદલાવ જોવા મળ્યો નથી. જેના પગલે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.  ખાસ કરીને ચોમાસાંની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે રોડ-રસ્તાની સ્થિતિ ખરાબ છે. તે વચ્ચે ગાંધીધામના ડીસી ટુમાં એટલે ગુરુકુળ વિસ્તારમાં વહેલી સવારથી પાણીના ભરાયેલા ખાડાઓને ઉલેચીને તેની ઉપર ડામરનું પેચવર્ક કરવામાં આવ્યું હતું. નસીબ સોળેકળાએ ખીલ્યા હતા, પરંતુ અહીંથી પસાર થતા વાહનચાલકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ હતો એટલે માર્ગની મરંમત થઈ અન્ય વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પહોળા અને દોઢ ફૂટથી વધુ ઊંડાઈ ધરાવતા ખાડાઓના કારણે લોકોની કમર તૂટી રહી છે, શારીરિક તકલીફો થઈ રહી છે, વાહનોને નુકસાન થઈ રહ્યા છે, અકસ્માતો સર્જાઇ રહ્યા છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવું કહીને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd