મુંદરા, તા. 25 : ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં
પરિણામોને લઈને આજે તાલુકાભરમાં પરિણામ જાણવાની ઉત્સુકતા રહી હતી અને દિવસભર હારજીતની
ચર્ચા ચાલી હતી. મત ગણતરી થઈ હતી એ મુંદરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બહાર સવારથી ગામેગામથી
લોકોનાં ટોળેટોળાં ઊમટયા હતા. સવારના 9 વાગ્યાથી મત ગણતરીની તૈયારીઓ શરૂ થઈ અને જેમ જેમ પરિણામ આવતા
હતા એમ ઢોલ નગારા સાથે વિજેતાના સરઘસ નજરે પડયા હતા. મુંદરા આંબેડકર સર્કલથી મહેશ નગર
સુધી પોલીસનો બંદોબસ્ત નજરે પડતો હતો. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા તાલુકામાં જ્યાં કંપનીઓનું
પડદા પાછળ પ્રભુત્વ રહેતું હોય છે એવી ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામે અનેક ગામોમાં
મતદારોએ ચોંકાવી દેતા પરિણામ આપ્યા હતા. ચૂંટણી જ્યાં એક તરફી ગણાતી હતી, ત્યાં અપસેટ જોવા મળ્યો હતો, તો ક્યાંક હાર માની લઈને ઉમેદવાર નીકળી ગયા બાદ છેલ્લી ઘડીએ જીત મળતાં હાશકારો
જોવા મળ્યો હતો. 21 ગામમાં સામાન્ય
અને બે ગામ કારાઘોઘા તથા નાના કપાયા પેટા ચૂંટણીના મળીને કુલ 23 ગામના આજે જાહેર થયેલાં પરિણામમાં
મોટા કાંડાગરા ગામમાં 845, હટડીમાં 286, લફરામાં 158 મત જેવી ઉંચી સરસાઇ જોવા મળી
હતી, તો મંગરા અને બરાયામાં સાંકડી હારજીત સાથે કસોકસનો
જંગ ખેલાયો હતો. પરિણામોથી કેટલાક ગામોમાં કંપનીઓની બાજી ઊંધી પડી ગઈ હતી, તો કેટલીક જગ્યાએ પરપ્રાંતીય મત વધારીને જીતવાની કારી પણ ફાવી નહોતી. - લફરા : લફરામાં મોંઘીબાઈ સાજનભાઈ રબારી 158 મતની સરસાઇથી વિજેતા નિવડયાં
હતાં. તેમને 501 મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કંકુબા દાજીભા
જાડેજાને 343 મત મળ્યા
હતા. આ ગામમાં નંબર એકમાં જાગૃતિ બનેસંગ જાડેજા, વોર્ડ નંબર બેમાં કમલાબેન શંકરભાઈ રબારી,
વોર્ડ નંબર ત્રણમાં બાબુભાઈ કરમશીભાઈ રબારી, વોર્ડ
નંબર પાંચમાં વનિતાબેન ઈશ્વરલાલ મહેશ્વરી સભ્યપદે ચૂંટાયાં હતાં. - મંગરા : મંગરા ગામમાં ચંદ્રાસિંહ વિરમજી જાડેજા 25 મતની સાંકડી સરસાઇથી જીતી ગયા
હતા. તેમને 414 મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ચંદુભા દાદુજી જાડેજાને
389 મત મળ્યા હતા . મંગરામાં સભ્યપદે
રક્ષાબેન હિરેનભાઈ મિસ્ત્રી, રંજનબા
જીતુભા જાડેજા, થારુ દેવણાંધ શેડા, ગની
આમદ જુણેજા ચૂંટાઈ આવ્યા હતા. - શેખડિયા : શેખડિયામાં
કમલેશ દેવરાજ ગઢવી 130 મતની સરસાઇથી
સરપંચ પદે ચૂંટાયા હતા. તેમને 473 મત મળ્યા
હતા, જ્યારે તેમના નજીકના હરીફ રૂપલ નાગજણ ગઢવીને
333 મત મળ્યા હતા. શેખડિયામાં લક્ષ્મીબેન
ગાવિંદભાઈ ગઢવી, સવરાજ કાનાભાઈ ગઢવી
, લક્ષ્મીબાઈ હરજી ગઢવી, સાભરાબાઈ રજાક જામ,
આમદ ઈબ્રાહીમ વાઘેર, ગુલામ ફારુક અબ્બાસ વાઘેર,
અલીમામદ હુસેન ભૂકેરા, કેસરબેન પચાણભાઈ મહેશ્વરી
સભ્યપદે ચૂંટાયા હતા. - મોટી ખાખર
: તાલુકાનાં મોટી ખાખર ગામમાં રતન કરમણ ગઢવીની
સરપંચ પદે જીત થઈ હતી. તેમને 471 મત મળ્યા
હતા. જ્યારે આ ગામમાં સભ્યપદે શેરબાનું અયુબ બાયડ અને પ્રકાશ મેઘજી સંજોટ ચૂંટાઈ આવ્યા
હતા. - રતાડિયા : રતાડિયામાં
જુસબ ઈબ્રાહીમ કુંભારની સરપંચ પદે જીત થઈ હતી, જ્યારે આ ગામમાં સભ્યપદે પૂનમબેન શિવરાજ ગઢવી, અલ્તાફ
સાલેમામદ કુંભાર, શકુરાબાઈ સાલેમામદ કુંભાર અને વિક્રમાસિંહ મૂળરાજાસિંહ
જાડેજા ચૂંટાઈ આવ્યા હતા. - મોટા કાંડાગરા : તાલુકાનાં મોટા કાંડાગરા ગામમાં સરપંચપદે દેવલબેન ડાયાભાઈ ગઢવી
845 મતની જંગી સરસાઈથી જીત્યાં
હતાં. તેમને 1389 મત, જ્યારે તેમના હરીફ લીલાબેન પ્રતાપભાઈ પરમારને
544 મત મળ્યા હતા. આ ગામમાં સભ્ય
પદે પારુલબા દિગ્વિજયાસિંહ જાડેજા, ધનબાઈ કરસન ગઢવી, હીરબાઈ અભા ગઢવી, જગદીશ પ્રકાશભાઈ આયર, પ્રેમીલા લાલજી મહેશ્વરી,
હિતુભા મહોબ્બતાસિંહ જાડેજા, વિપુલભાઈ ભરતભાઈ પટેલ
અને સજણ દેશર ગઢવી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. - ટુંડા : તાલુકાનાં ટૂંડા ગામમાં ભાજપના તાલુકા મહામંત્રી પદે રહી ચૂકેલા
કીર્તિ છગનભાઈ કેશવાણી 100 મતની સરસાઇથી
જીત્યા હતા. તેમને 340 મત મળ્યા
હતા, જ્યારે તેમના નજીકના હરીફ સાલેમામદ હુસેન કુંભારને
240 મત મળ્યા હતા. આ ગામમાં સભ્ય
પદે પ્રવીણાબા મંગુભા જાડેજા , અનિતાબેન
ગવરીગર ગોસ્વામી, તેજસ મૂળજી ગઢવી, નીતાબેન
જયેશભાઈ મહેશ્વરી, સકીના સાલેમામદ કુંભાર, વિજય આતુભાઇ મહેશ્વરી અને અબ્દુલ દાઉદ કુંભાર સભ્ય ચૂંટાયા હતા. - સમાઘોઘા : સમાઘોઘામાં હરેન્દ્રસિંહ વિજયસિંહ જાડેજાની સરપંચ પદે જીત થઈ
હતી, જ્યારે આ ગામમાં સભ્યપદે ગીતાબેન ગાવિંદભાઈ
ગઢવી, પુરબાઈ ગોપાલભાઈ ગઢવી, મુરૂભાઈ વરજાંગભાઈ
ગઢવી, મીનલબા કિરીટાસિંહ જાડેજા, કપિલાબા
હનુભા જાડેજા, કવિતા રામજીભાઈ ચૂંઈયા, પ્રફુલ્લાબા
ભરતાસિંહ પરમાર, લખમણ દેવરાજ ગઢવી ચૂંટાઈ આવ્યા હતા - કુંદરોડી : કુંદરોડી ગામમાં ધ્રુપદબા અજિતાસિંહ સોઢા
68 મતે વિજય બન્યાં હતાં. તેમને
306 મત, જ્યારે તેમના નજીકના હરીફ રાધા રાજેશ કોલીને
238 મત મળ્યા હતા. આ ગામમાં સભ્ય
પદે અલ્પેશ વાલજીભાઈ ચુંઈયા, જયશ્રીબેન
લખમણગર ગુંસાઈ, રાજેશ્વરીબા યુવરાજાસિંહ જાડેજા, વર્ષાબા સરદારાસિંહ જાડેજા, વિપુલ દાનસંગજી જાડેજા અને
રસુલખાન હુસેન સિપાઈ ચૂંટાઈ આવ્યા હતા. - ગુંદાલા : ગુંદાલા ગામમાં
રસીલાબેન મહેશ આહીર સરપંચ પદે ચુંટાઈ આવ્યા હતા,
જ્યારે સભ્ય પદે જશીબેન મનસુખ આહીર, ઉર્વીબેન ભાવેશગિરિ
ગુંસાઈ, રજાક અબદ્રેમાન ઓઢેજા, હરેશભાઈ
માલશી સોઢા, નીતિનકુમાર બાબુલાલ જોશી , મણિબેન અશોક દાફડા અને રામીબેન કરસન મરંડ ચૂંટાઈ આવ્યા હતા. - બેરાજા : બેરાજામાં સરપંચ પદે જયેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા ચૂંટાઈ
આવ્યા હતા, જ્યારે સભ્યપદે સકીનાબાઈ
મામદ જુણેજા, ઉમાબાઈ ખેંગારભાઈ બડગા, નીતાબેન
ધીરજગર ગુંસાઈ, રોશન ફકીર મામદ સના, જીવરાજ
માલશી માતંગ, સુરેશ પચાણ મહેશ્વરી, ભૂપેન્દ્રાસિંહ
તખતાસિંહ જાડેજા અને હિરજી દેવજી, હિરજી મહેશ્વરી ચૂંટાઈ આવ્યા
હતા. - બરાયા
: તાલુકાનાં બરાયા ગામમાં મનહરાસિંહ મહેન્દ્રાસિંહ
જાડેજાની રસાકસી બાદ 23 મતે જીત થઈ
હતી. તેમને 300 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ હરિસંગ ધનુભા જાડેજાને 277 મત મળ્યા હતા. જ્યારે હીના
પ્રેમગર ગોસ્વામી, કિશોરગર પ્રેમગર
ગોસ્વામી, અમીબેન હાજી સંઘાર, ગજરાબા હેતુભા
જાડેજા, કનુભા પ્રાગજી જાડેજા અને કીર્તિક નારણ મહેશ્વરી સભ્યપદે
ચૂંટાયા હતા. - રામાણિયા
: તાલુકાનાં રામાણિયા ગામમાં બળવંતાસિંહ ચતુરાસિંહ
ગોહિલ સરપંચ પદે ચૂંટાયા હતા, જ્યારે
સભ્ય પદે કૈલાસબા બળવંતાસિંહ જાડેજા, ઉર્મિલાબા ગીરીરાજાસિંહ
જાડેજા, ખેતબાઈ રાણા દનીચા, ઠાકશી માવજી
દનીચા, નેણબાઈ નારાણભાઈ દનીચા, વજુભા વાઘુભા
જાડેજા, ઇમરાન ઇબ્રાહીમ ભટ્ટી અને જયંતી રતનગર ચૂંટાયા હતા. - ભોરારા : ભોરારા ગામમાં સરપંચ પદે નીલમબા અરાવિંદાસિંહ જાડેજા 51 મતની સરસાઈથી ચૂંટાઈ આવ્યા
હતા, જ્યારે સભ્ય પદે પવનબા પ્રવીણાસિંહ જાડેજા,
મનીષકુમાર કેશાભાઈ માતંગ, રસીલાબેન રવિલાલ જોગી,
પ્રવીણાબા ભરતાસિંહ જાડેજા, રમેશ રાજા ભર્યા,
અરાવિંદસિંહ સ્વરૂપસિંહ જાડેજા, સુમલબાઈ ખીમજી
પાતારિયા ચૂંટાઈ આવ્યા હતા. - ટોડા : ટોડામાં સરપંચ પદે હેતલ જિજ્ઞેશ માતંગની
31 મતની સરસાઇથી જીત નોંધાઈ હતી, જ્યારે આ ગામમાં સભ્ય પદે ખાતુબાઈ આદમ રાયમા,
સુરેશગર રામગર ગુંસાઈ, ગજેન્દ્રસિંહ મંગુભા જાડેજા,
ગિરીશકુમાર ચંદ્રકાંત જોશી, હિરબાઈ મગન માતંગ અને
ઇલાબા વનરાજસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા હતા. - સાડાઉ : તાલુકાના સાડાઉ ગામમાં અજિજ હાજી જુણેજા
સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે
સભ્ય પદે હસીના રહેમતુલ્લા ભંભરા, કાનબાઈ આસમલ ડુંગરિયા,
પરેશ સવજી ડુંગળિયા, કાબીલ ઓસમાણ ભંભરા,
ઝરીના ગુલામ હુસેન સાંધ , અમીનાબાઈ સીધિક જુણેજા
, સલીમ રમજાન સાધ અને નઝિમ હુસેન રજબઅલી જુણેજા ચૂંટાઈ આવ્યા હતા. - ભદ્રેશ્વર : તાલુકાના મહત્ત્વનાં ભદ્રેશ્વર ગામમાં ડાયાલાલ હિરજી મહેશ્વરી સરપંચપદે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે સભ્ય પદે ચૂંટાઈ આવનારાઓમાં દેવયાનીબેન
દામગર ગુંસાઈ, નસીમબાનુ
ઈશાક માંજલિયા , અબ્દુલ રજાક ઉમર કુંભાર ,કિરીટસિંહ શંભુભા જાડેજા, પ્રતિપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, નૂરજહાંબાઈ હુસેન માણેક, ફાતમાબાઈ જખરિયા માણેક , મનહર વાલજી મોખા અને નીતાબેન
જગદીશભાઈ પારિયાનો સમાવેશ થાય છે. - નવીનાળ : તાલુકાના ચતુષ્કોણિયા જંગવાળા નવીનાળ ગામમાં
સલીમ ઉમર વાઘેર સરપંચ પદે ચૂંટાયા હતા, જ્યારે સભ્ય પદે ધ્રુપદબા રાસુભા જાડેજા,
ગીતાબેન છગન દાતણિયા, મામદ સલીમ બાબુભાઈ તુર્ક,
માણસી જુમા મહેશ્વરી, મયૂરાસિંહ સ્વરાજાસિંહ જાડેજા
અને શક્તાસિંહ જીતુભા જાડેજાનો સમાવેશ થાય છે. - હટડી
: તાલુકાનાં હટડી ગામમાં સરપંચ પદે નીમાબેન
જગદીશગિરિ ગુંસાઈ 286 મતની સરસાઇથી
ચૂંટાઈ આવ્યાં હતાં. તેમને 429 મત મળ્યા
હતા, જ્યારે ખતુબેન રહેમતુલ્લા હજામને 146 મત મળ્યા હતા. - કુકડસર : તાલુકાનાં કુકડસર ગામમાં કરમીબેન શંકરભાઈ રબારી 128 મતે વિજય બન્યાં હતાં. તેમને
328 મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી સનીબેન નવીન
રબારીને 200 મત મળ્યા
હતા. સભ્ય પદે નવિન કાનાભાઈ રબારી ચૂંટાયા
હતા. - દેશલપર : તાલુકાનાં દેશલપર ગામમાં સભ્યપદની ચૂંટણીમાં કંકુબા મહેન્દ્રસિંહ
જાડેજા તેમજ કેશવ દેવરાજ ગઢવી ચૂંટાઈ આવ્યા હતા. - પેટાચૂંટણી : કારાઘોઘામાં નેહાબેન, નાના કપાયામાં રાજેશભાઈ વિજેતા : મુંદરા તાલુકામાં જાહેર થયેલી બેઠકોમાંથી છ બેઠકમાં બિનહરીફ
સરપંચ જાહેર થયા બાદ ચૂંટણી યોજાઈ હતી એ 21 બેઠક ઉપરાંત કારાઘોઘા અને નાના કપાયા ગામમાં પેટા ચૂંટણી યોજાઈ
હતી. કારાઘોઘામાં સામાન્ય સ્ત્રી બેઠક પર સરપંચ પદના માટે યોજાયેલી ચૂંટણીમાં નેહાબેન
મુકેશ શેઠિયાને 360 મત મળ્યા
હતા અને 42 મતે વિજેતા નિવડયાં હતાં, તેમનાં નજીકના પ્રતિસ્પર્ધી નયનાબેન રમેશ મહેશ્વરીને
318 મત મળ્યા હતા. જ્યારે નાના
કપાયા ગામમાં સભ્યપદ માટે યોજાયેલી ચૂંટણીમાં વિજેતા રાજેશ લાલજી સોધમને 185 મત, જ્યારે નજીકના પ્રતિસ્પર્ધી નરેશ ભીમજી મહેશ્વરીને
140 મત મળ્યા હતા.