• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સૂર્યકુમારને ઈજા : દુલિપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર

મુંબઇ, તા. 2 : ટીમ ઇન્ડિયાનો ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ઇજાનો ભોગ બન્યો છે. તે દુલિપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઇ ગયો છે. સૂર્યકુમારને બૂચી બાબુ ટૂર્નામેન્ટ દરમિયાન હાથમાં ઇજા થઇ હતી. હાલ તે બેંગ્લુરુ સ્થિત એનસીએમાં સારવારમાં છે. તે વિશ્રામની તબીબી સલાહ મળી છે. ફિલ્ડીંગ કરતી વખતે સૂર્યકુમાર યાદવને હાથમાં ઇજા થઇ હતી. તેણે હાલમાં જ ટેસ્ટ ટીમમાં વાપસીની ઈચ્છા વ્યકત કરી હતી. તે પાછલા એક વર્ષથી પ્રથમ શ્રેણીનો એક પણ મેચ રમ્યો નથી. ભારતીય ટીમને આવતા 4 મહિનામાં 10 ટેસ્ટ મેચ રમવાના છે. જેની શરૂઆત 19 સપ્ટેમ્બરથી ચેન્નાઇથી બાંગલાદેશ સામેની બે મેચની શ્રેણીથી થશે. સૂર્યકુમારે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જે તેનો એકમાત્ર ટેસ્ટ મેચ છે. તે દુલિપ ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ઇન્ડિયા સી ટીમનો હિસ્સો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang