• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

22,000 કિમી સાયકલ ચલાવી પહોંચ્યો પેરિસ !

પેરિસ, તા. 30 : ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપડાનો એક જબરો પ્રશંસક પેરિસ પહોંચ્યો  છે. કેરળનો ફાયિસ અસરફ અલી સાયકલ ચલાવીને 30 દેશ પાર કરી પોતાના ફેવરિટ સ્ટારને મળવા પેરિસ આવ્યો છે. અલીએ 1પ ઓગષ્ટ ર0રરના કેરળના કાલીકટથી સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. 22,000 કિમીનું અંતર કાપીને અંતે તે પેરિસ આવી ગયો છે. શાંતિ અને એકતાના સંદેશા સાથે ભારતથી લંડન માટે તે નીકળ્યો હતો. 17 દેશમાં સાયકલ ચલાવ્યા બાદ તેને તેને ગત વર્ષ બુડાપેસ્ટમાં જાણ થઈ કે ઓલિમ્પિકનો ગોલ્ડન બોય નીરજ ચોપડા બુડાપેસ્ટમાં જ છે અને નશીબે સાથ આપતાં અલીની મુલાકાત નિરજ સાથે થઈ હતી. વ્યવસાયે એન્જિનિયર અલીએ ઇન્ડિયા હાઉસમાં પોતાની યાત્રા પૂર્ણ કર્યા બાદ કહ્યંy કે મને ભારતીય એથ્લીટ સાથે વાત કરવા થોડી મિનિટ મળી હતી. દરમિયાન નીરજે તેને કહ્યંy કે તમે લંડન જઈ રહ્યા છો તો ઓલમ્પિક માટે પેરિસ કેમ આવી રહ્યા નથી ? મેં વિચાર્યું કે પેરિસમાં તેમને ફરી મળવાની તક મળશે એટલે યાત્રાનાં આયોજનમાં થોડો બદલાવ કર્યો અને જરૂરી વિઝા મેળવી બ્રિટનથી પેરિસ તરફ કૂચ કરી હતી. 8 ઓગસ્ટે તે નીરજનાં સમર્થનમાં પેરિસ ઓલિમ્પિકમાં હાજર રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang