અંજાર, તા.26 : અત્રેની માનવસેવા ચેરીટેબલ
ટ્રસ્ટ અને પૂ.રણછોડદાસજી બાપુ હોસ્પિટલ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે 136મો નિ:શુલ્ક નેત્રમણી નેત્રયજ્ઞ
યોજાયો હતો.શિબિરમાં મહંત ત્રિકમદાસજી મહારાજ
અને કિર્તીદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.દાતા પરિવારના ગં.સ્વ.સુશીલાબેન જાદવજીભાઈ
કેદાર
0pt;line-height:115%;font-family:"Shruti",sans-serif;
mso-bidi-language:GU">, હસમુખભાઈ કેદાર, દિનેશભાઈ કેદાર સહિત હરિરામભાઈ ઠક્કર
પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો હતો.પ્રસંગે મહંતોએ નંદીશાળાના નિભાવ માટે સહકાર આપવા
અને ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા જાળવવા તથા રખડતા ઢોર શહેરમાં ન મૂકવા જાહેર અપીલ કરાઈ
હતી.કેમ્પમાં 151 દર્દીઓની
તપાસ કરાઈ હતી, જેમાંથી 80 જરૂરિયાતમંદ દર્દીઓના ઓપરેશન
કરાયા હતા ટ્રસ્ટ પ્રમુખ હસમુખભાઈ કોડરાણી, મહેન્દ્રભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતા.