મુંદરા, તા.26 : તાલુકાનાં ભદ્રેશ્વર ગામ નજીક
વીજકંપની દ્વારા પ્રદૂષણ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાની સ્થાનિક આગેવાન દ્વારા
જિલ્લા કલેકટર સહિત વિવિધ તંત્રને કરવામાં આવેલી લેખિત રજૂઆતોમાં કરાયેલા આરોપોને નકારવામાં
આવ્યા છે અને, કંપની દ્વારા આ વિસ્તારમાં
પર્યાવરણ, સંરક્ષણ, સ્થાનિક સમાજ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો અને સામાજિક જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધતા
વ્યક્ત કરાઈ છે.જિંદાલ પાવર લિ.વતી એચ.આર.હેડ દ્વારા ગત તા.25/11
0pt;line-height:115%;
font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">ના પ્રસિદ્ધ અહેવાલ સંદર્ભે
સ્પષ્ટતા કરાઈ હતી કે, પર્યાવરણ,
સંરક્ષણ, સરકારી નિયમોનું પાલન, સ્થાનિક આરોગ્ય સંબંધિત કોઈપણ વાસ્તવિક ચિંતા અને રજૂઆતોને હમેશાં આવકારે છે.પ્રતિ આરોપ મુકતા વધુમાં લેખિત સ્પષ્ટતામાં જણાવાયું હતું કે, સરકારી વિભાગોમાં ફરિયાદ તેમજ કથિત ધમકીઓ અપાઈ રહી છે.એવામાં, કંપની કોઈ બિનજરૂરી દબાણ, ગેરવ્યાજબી માંગણી સામે ઝૂકવાને
બદલે કાયદા અને નિયમ મુજબ કામગીરીમાં વિશ્વાસ રાખે છે.આ બાબત સંબંધી નોટિસ પણ અપાઈ
રહી છે.કંપની સરકારી તંત્રો સાથે સહકાર અને જરૂરી તપાસ, નિરીક્ષણમાં સહભાગી થવા પણ પ્રતિબદ્ધ
છે.