ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા.26 : કચ્છમાં 463 ગ્રામ પંચાયતમાં નવા સુકાની
બનાવવા માટે કયાં ગામને કોનું પ્રતિનિધિત્વ મળશે આ અંગેનું રોટેશન જાહેર થઇ ચૂક્યું
છે ત્યારે ગ્રામ પંચાયતોમાં કોને મતાધિકાર મળશે તેની અંતિમ મતદારયાદીની પ્રસિદ્ધિ કાલે
28મીએ થવાની હતી, પરંતુ રાજ્ય ચૂંટણીપંચ તરફથી અચાનક
0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri;
mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language:
GU">`રુકજાવ'નો આદેશ આવી ચૂક્યો છે.ભલે હજુ ચૂંટણીની તારીખો જાહેર નથી થઇ, પરંતુ માત્ર રોટેશન જાહેર થતાં જ ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.તેમાંય હવે સોશિયલ મીડિયાનો સમય ચાલતો હોવાથી અમુક ગામોમાં તો ઉમેદવારો પણ જાહેર કરી
દેવામાં આવ્યા હતા.ગામડાંઓમાં ગ્રામ સંસદનો ચુનાવી માહોલ અત્યંત ગરમ હોય છે અને વાતાવરણ
રસપ્રદ બનતું હોય છે ત્યારે આ વખતે એકસાથે 463 ગ્રામ પંચાયતમાં નવા સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની મુદત
પૂરી થાય છે.ક્યાંક ડિસેમ્બર, તો ક્યાંક
જાન્યુઆરીમાં સરપંચપદની મુદત પૂરી થતી હોવાથી વસ્તી અને જાતિની સંખ્યાને ધ્યાને લઇ
નવું રોટેશન બનાવવામાં આવ્યું હતું ને જાહેર પણ કરી દેવાયું છે.ગ્રામ પંચાયત ચૂંટણીની
જવાબદારી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા પાસે હોવાથી તેમનો સંપર્ક સાધતાં તેમણે પણ સમર્થન
આપ્યું કે અંતિમ યાદી કાલે પ્રસિદ્ધ નહીં કરવા આજે સવારે જ રાજ્યપંચ તરફથી મૌખિક સૂચના
મળી છે.આ મતદા યાદી એ છે કે, હવે જ્યારે પણ ગ્રામ પંચાયતમાં
મતદાન થાય તો કાલે રજૂ થનારી મતદારયાદી પ્રમાણેના નામવાળા મતદારો જ મતદાનમાં ભાગ લઇ
શકે છે એમ તેમણે જણાવ્યું હતું.શા માટે પ્રસિદ્ધ નહીં કરવાની આ બાબતે કહ્યું કે,
વધુ કોઇ સૂચના નથી, પરંતુ હાલમાં રુકજાવનો આદેશ
છે.રાજ્યની વડી અદાલતમાં સરપંચપદના રોટેશન મુદ્દે ધા નાખવામાં આવી છે ને વાંધો લેવામાં
આવ્યો છે તો કચ્છમાં આવું કંઇ છે તો તેમણે કહ્યું કે, હાઇકોર્ટમાં
કચ્છનો કોઇ કેસ નથી.હા, અમારી પાસે 7થી વધુ વાંધા રોટેશન મામલે રજૂ થયા છે.અલબત્ત, અહીં તો અત્યંત પારદર્શક અને સમતોલ ધોરણે કેટેગરી
નક્કી કરવામાં આવી છે.જ્યારે મતદારયાદી અંતર્ગત નામો કપાયાં હોય કે નામોમાં ક્ષતિઓ
હોય એવી 50 જેટલી વાંધાઅરજીઓ
રજૂ થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.બીજીબાજુ જાણકારો એમ કહે છે કે, જ્યારે-જ્યારે દુકાળ વખતે સ્થાનિક કક્ષાની ચૂંટણીઓ
આવી હોય, પાછળથી તારીખો ઠેલાઇ ચૂકી છે.કેમ કે, દુષ્કાળના કારણે ગામડાંઓમાં આમેય સમસ્યાઓ ઘાસ-પાણીની વધારે હોવાથી આવા ટાણે
ચૂંટણી યોજીને પ્રશ્નો વધી શકે તેમ હોવાથી આવી બાબતોને ધ્યાને લઇ વહીવટદાર શાસન લાદવામાં
આવ્યા છે.કચ્છમાં ભૂતકાળમાં અનેક વખતે આવી સ્થિતિને જોતાં પ્રત્યેક ગામડાંઓમાં ચાર-છ
મહિના વહીવટદારને ગ્રામ પંચાયતનું શાસન ચલાવવા આપે છે.આ વખતે ફરી રુકજાવનું પુનરાવર્તન
થયું હોવાથી ચૂંટણી ઠેલાઇ શકે તેવી પૂરી શક્યતા હોવાથી આવા કારણોસર મતદારયાદી પ્રસિદ્ધ
કરવાનું ટાળીને હાલ મોકૂફ રાખવામાં આવ્યું હોવાની સંભાવના વ્યક્ત થઇ હતી.