• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

સમાજમાં એકતા-સંગઠનની ભાવના કેળવવા હાકલ

દયાપર (તા. લખપત), તા. 25 : તાલુકાના મુખ્ય મથક દયાપર શ્રીરામ દરબાર મંદિર સંકુલમાં લોહાણા સમાજ, મહિલા સમાજ દ્વારા પરિવારના ધોરણ 1થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને સરસ્વતી સન્માન કાર્યક્રમમાં સન્માનાયા હતા. આ પ્રસંગે દીપ પ્રાગટય કરતાં સમાજના મોભી રવજી બાપાએ સમાજમાં એકતા, સંગઠનની ભાવના પર જોર મૂકયો હતો. દયાપર વેપારી મંડળના પૂર્વ પ્રમુખ રમેશભાઇ અનમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે સમાજમાં સરસ્વતી સન્માન યોજાઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે તેવું કહી સંગઠિત બનવા ભાર મૂક્યો હતો. અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના ટ્રસ્ટી વિશ્વનાથભાઇ જોશીએ આર્શીવચનમાં વિદ્યાર્થીઓને આગળ વધી સમાજ તથા દેશને ગૌરવ અપાવવા અપીલ કરી હતી. મુક્તિબેન કિંગરએ વિદ્યાર્થીકાળના સ્મરણો રજૂ કર્યા હતા. સમાજના પૂર્વ પ્રમુખ રામાભાઇ ઠક્કરનું સન્માન કરાયું હતું. સંચાલન ભાવેશભાઇ જોબનપુત્રા તથા આભારવિધિ રમેશભાઇએ કરી હતી. સરસ્વતી સન્માન અને ભોજન પ્રસાદના દાતાઓનું સન્માન કરાયું હતું. આ અવસરે પ્રમુખ સમીરભાઇ અનમ, ઉપપ્રમુખ ભાસ્કરભાઇ કોટક, અરવિંદભાઇ ગણગણાત્રા, મહામંત્રી ભાવિન જોબનપુત્રા, રાજેશ બારૂ, પરેશ પોપટ, મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન ચંદારાણા, માલતીબેન રેલોન, ડિમ્પલબેન બારૂ, મનીષાબેન સોનાઘેલા વિગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. સમાજના અગ્રણીઓ પરસોત્તમભાઇ ઠક્કર, મૂળજી-ભાઇ કોટક, અશ્વિનભાઇ ઠક્કર, ઇશ્વરભાઇ મજેઠિયા, કરશન-ભાઇ કિંગર, હિતેષ આથા, ભરતભાઇ ગટ્ટા, દિલીપભાઇ મજેઠિયા, રાજેશ અરવિંદભાઇ બારૂ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd