ભચાઉ, તા. 25 : તાલુકાના હલરા ગામ નજીક આવેલા
સંઘાર સમાજના ઈષ્ટદેવ જખદેવદાદાનાં સાંનિધ્યમાં સમાજના બે પક્ષ વચ્ચે અગાઉ થયેલી મારામારીના
બનાવ અંગે સામાજિક આગેવાનોની મધ્યસ્થીથી શાંતિપૂર્ણ અને સુખદ સમાધાન કરવામાં આવ્યું
હતું. શિકરાના નારણ રવા સંઘાર અને રામપર ગામના લગધીર કેસર સંઘારના પક્ષો વચ્ચે અગાઉ
મનદુ:ખ થતાં મારામારી સહિતની પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. જ્ઞાતિના પરિવારો વચ્ચે વૈમનસ્ય
ન વધે તેવા ઉમદા હેતુથી સંઘાર સમાજના આગેવાનોએ અથાગ મહેનત કરીને બંને પક્ષને એકઠા કર્યા
હતા. જખદેવદાદાનાં મંદિરે નારણભાઈ અને લગધીરભાઈએ જૂના વેરઝેર ભૂલીને સંપ અને સુલેહ
સાથે સામાજિક તેમજ પારિવારિક એકતા મજબૂત કરવા પરસ્પર સહયોગી બનવાની નેમ વ્યક્ત કરી
હતી. આ સમાધાન પ્રસંગે કચ્છ જિલ્લા સંઘાર સમાજના પ્રમુખ રામજીભાઈ સંઘાર, જિલ્લા પંચાયત સભ્ય વાલજીભાઈ સંઘાર,
મામલતદાર જખરાજભાઈ સંઘાર, પ્રવીણભાઈ સંઘાર, શિવજીભાઈ સંઘાર,
કિશોરાસિંહ સંઘાર, જયરાજાસિંહ સંઘાર, જખુભાઈ સંઘાર, ભરતભાઈ સંઘાર, પ્રકાશભાઈ
સંઘાર, નાથાભાઈ સંઘાર, કાનજીભાઈ સંઘાર,
રાણાભાઈ સંઘાર, વાલાભાઈ સંઘાર, કરણભાઈ સંઘાર,
સવજીભાઈ સંઘાર, સામતભાઈ સંઘાર, કેસરભાઈ સંઘાર, ખેંગારભાઈ સંઘાર, કલુભાઈ સંઘાર, રામજીભાઈ સંઘાર, સવજીભાઈ સંઘાર, હોથીભાઈ સંઘાર, જખરાભાઈ સંઘાર, પ્રતાપભાઈ સંઘાર, દિલીપભાઈ સંઘાર, જગદીશભાઈ સંઘાર, ભીખુભાઈ સંઘાર, નારણભાઈ સંઘાર, બાબુભાઈ સંઘાર, વનરાજભાઈ સંઘાર, નારાણભાઈ સંઘાર, ભીમજીભાઈ સંઘાર સહિત મોટી સંખ્યામાં
સમાજના વડીલો, આગેવાનો અને યુવામિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને
સમાધાન અભિગમને બિરદાવ્યો હતો. આ પ્રસંગે સમૂહ ભોજનની વ્યવસ્થા શિવજીભાઈ રવજીભાઈ સંઘાર
તથા કાળુભાઈ કેસર સંઘાર દ્વારા કરવામાં આવી હતી.