મુંદરા, તા.25 : સમાઘોઘા ખાતે સમાઘોઘા એકતા
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત સર્વ સમાજ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં ગામના લશ્કરી સેવામાં જોડાયેલા જવાનો,
પોલીસ કર્મીઓ, શિક્ષકો, મંદિરના
પૂજારીઓ સર્વ સમાજના પ્રમુખો, સફાઈ કર્મચારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નિવૃત્ત સરકારી કર્મચારીઓ વિગેરેનું
ખાસ સન્માન કરવામાં આવ્યું હતું, આ સમારોહમાં બહોળી સંખ્યામાં
ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ટ્રસ્ટના પ્રમુખ વિજયસિંહ અજિતસિંહ જાડેજાની આગેવાની હેઠળ
પ્રથમ વખત થયેલાં આ પ્રકારનાં આયોજનમાં ટ્રસ્ટ વતીથી કાર્યક્રમના અધ્યક્ષ ભાઈલાલ ગોવિંદજી
રાજગોર, રાજપૂત ક્ષત્રિય સમાજ પૂર્વ પ્રમુખ દિપુભા ખેંગારજી જાડેજાનું
સમાજના પ્રમુખ તરીકે 35 વર્ષ સેવા
આપવા બદલ તથા સંસ્થાના પ્રમુખ વિજયાસિંહ જાડેજાનું સર્વ સમાજના પ્રમુખોના હસ્તે સન્માન
કરાયું હતું.રાજપૂત ક્ષત્રિય સમાજ, ગઢવી સમાજ, જૈન મહાજન, મુસ્લિમ
સમાજ, લુહાર પરિવાર, મહેશ્વરી સમાજ સહિત
વિવિધ સમાજના પ્રમુખો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં
ટ્રસ્ટના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર ધનરાજ ગઢવી
(વવાર)એ કર્યું હતું.આભારવિધિ ટ્રસ્ટ પ્રમુખ વિજયસિંહ જાડેજાએ કરી હતી.નોંધનીય છે
કે, યુવા એકતા ચેરિટેબલ ટ્રસ્ટ એ જરૂરિયાતમંદ લોકોને મેડિકલ તેમજ
એજ્યુકેશનમાં સહાય પૂરી પાડવા સહિતની પ્રવૃત્તિઓમાં સક્રિય છે.