• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

10 મહિનામાં 185 જગ્યાએ આગ બુઝાવાઈ

ગાંધીધામ, તા.25 : અપૂરતું માનવબળ અને વ્યવસ્થાઓના અભાવ વચ્ચે ગાંધીધામ મહાનગરપાલિકાના 188 ચોરસકિલોમીટર વિસ્તારમાં 10 મહિનામાં ફાયર વિભાગ દ્વારા 153 જગ્યા ઉપર આગ બુઝાવવામાં આવી હતી અને 32 0pt;line-height:115%; font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">રેસ્ક્યૂમાં કામગીરી કરવામાં આવી હતી.મહાનગરપાલિકા પાસે માત્ર એક મિની ફાયર ટેન્ડર હતું તેનાથી આગ બુઝાવવાની કામગીરી થતી હતી.બે મહિના દરમિયાન બે વોટર બ્રાઉઝર તથા એક મિની ફાયર ટેન્ડર, કોનવે વ્હીકલ સહિતના લગભગ છથી વધુ સાધનો આવ્યાં છે, જેનાં પગલે મહાનગરપાલિકાનો ફાયર વિભાગ આપાતકાલમાં પણ આગ બુઝાવવા સહિતની કામગીરીમાં સક્ષમ બન્યો છે.સાધનો આવ્યાં છે અને આગામી સમયમાં બેથી ત્રણ મહત્ત્વનાં સાધનો આવવાનાં છે, પરંતુ તેને રાખવા માટે હાઇવેની બાજુમાં જ ફાયર સ્ટેશન બની રહ્યું છે.તેની કામગીરી મંથર ગતિએ થઈ રહી છે, તેમાં ગુણવત્તા સામે પણ સવાલો છે, પરંતુ મહાનગરપાલિકાનો ઇજનેરી વિભાગ નિષ્ફળ હોવાથી યોગ્ય પગલાં ભરાતાં નથી, પણ આ સ્ટેશન બની જશે ત્યારબાદ ત્યાં સાધનો રાખી શકાશે.બીજી તરફ વિસ્તારને ધ્યાનમાં રાખીને આદિપુર મુંદરા સર્કલ પાસે બીજું ફાયર સ્ટેશન બનાવવા માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે.અહીં દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા જમીનની ફાળવણી થઈ છે, પણ અમુક પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી ફાયર સ્ટેશન બનાવવાનો માર્ગ મોકળો થઈ જશે.188 ચોરસકિલોમીટરના વિસ્તારમાં હાલના સમયે મહાનગરપાલિકાનો ફાયર વિભાગ છે અને ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે, પરંતુ તેમાં માનવબળની ઘટનાં કારણે સાધનો ભંગાર બનવા તરફ જઈ રહ્યાં છે.ગાંધીધામ ઔદ્યોગિક સંકુલ છે, જેના કારણે અહીં ફાયરની સક્ષમ વ્યવસ્થા હોવી પણ આવશ્યક છે.એટલા માટે જ તત્કાલીન સમયે ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની સ્થાપના કરાઈ હત, પરંતુ તેમાં કાયમી કર્મચારી નથી અને હંગામી માનવબળ પણ ભરવામાં આવતું નથી, જેના પગલે તે આપાતકાળમાં પ્રતિક્રિયા આપવામાં નિષ્ફળ રહે છે, તેની સામે મહાનગરપાલિકાનો ફાયર વિભાગ ઓછાં સાધનો ને ઓછાં માનવબળ સામે સક્ષમ કામગીરી કરી રહ્યો છે.એક જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર મહિના સુધીમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે 153 જગ્યાએ આગ બુઝાવી છે અને 32 રેસ્ક્યૂ કામગીરી કરી છે.કુકમા અને આદિપુરના ગંભીર બનાવવામાં પણ કામગીરી કરી છે.વિભાગમાં માનવબળમાં વધારો કરવો અત્યંત જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.- ફાયર વિભાગમાં 40નું માનવબળ જરૂરી : મહાનગરપાલિકાનો વિસ્તાર મોટો છે અને ઔદ્યોગિક સંકુલ છે તેને ધ્યાને લઈને ફાયર વિભાગમાં એક ફાયર ઓફિસર તથા ત્રણ સબ ફાયર ઓફિસર તેમજ ત્રણ લાડિંગ ફાયરમેન અને ફાયરમેન કમ ડ્રાઇવર સહિત  40થી વધુનો સ્ટાફ હોવો જરૂરી છે.હાલના સમયે મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં અને ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરમાં માનવબળની ભારે ઘટ છે.રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં પગલાં ભરાય તેવી માંગ ઊઠી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang