• બુધવાર, 25 નવેમ્બર, 2026

આદિપુરમાં રૂપિયાના અભાવે લાઇબ્રેરીનું કામ બંધ

ગાંધીધામ, તા. 24 : આદિપુરમાં એક કરોડથી વધુના ખર્ચે આધુનિક લાઇબ્રેરી બનાવવાની છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કરી હતી અને ત્યાર પછી કામ શરૂ થયું હતું પરંતુ હાલના સમયે એન્જાનિયરની ગંભીર બેદરકારીના કારણે આ લાઇબ્રેરીનું કામ બંધ અવસ્થામાં છે. જેના પગલે જે હેતુ માટે નિર્માણ થઈ રહ્યું હતું તે હેતુ સાર્થક થતો દેખાતો નથી. આ લાયબ્રેરી સી એસ આર ફંડ માંથી બની રહી છે. એન્જિનિયર એ જે સંસ્થાના સીએસઆર ફંડ માંથી કામ થવાનું હોય તે સંસ્થા સાથે સંપર્કમાં રહીને તમામ કાગળો આપીને કાર્યવાહી પૂર્ણ કરવાની હોય છે. અને સંસ્થા દ્વારા સીએસઆર ફંડ માંથી રૂપિયા આપવામાં આવે છે જો લાયબ્રેરી સી એસ આર ફંડ ના બદલે અન્ય ગ્રાન્ટ કે અન્ય કોઈ ફંડ માંથી બનતી હોય તો તે મુજબ એન્જીનરોએ વહેલી તકે કાગળો કરીને ફંડ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ હજુ સુધી તે થયું નથી આદિપુરની લાઇબ્રેરીના મામલામાં કોન્ટ્રાક્ટરે વર્ક ઓર્ડર પછી કામગીરી શરૂ કરી દીધી હતી અને લગભગ અડધાથી વધુ કામગીરી થઈ ગઈ છે અને  લાખોનું  બિલ બને છે પરંતુ આઉટસોર્સથી ભરતી થયેલા  ઇજનેરોએ સીએસઆર ફંડ માટેની જરૂરી કાર્યવાહી કરી નથી. જેના પગલે હજુ સુધી ફંડ મળ્યું નથી. રૂપિયા ન મળવાના કારણે કોન્ટ્રાક્ટરે લાઈબ્રેરી નું કામ બંધ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાનગરપાલિકામાં આઉટસોર્સના ઇજનેરો દ્વારા અનેક ગોટાળા કરવામાં આવી રહ્યા છે એજ્યુકેટીવ એન્જાનિયર ન હોવા છતાં પ્રમાણપત્ર અપાય છે. આ ઉપરાંત જે કામ થયું નથી તેનું ડુપ્લીકેટ સહી કરીને બિલ મુકાય છે. આવી તો અનેક ક્ષતિઓ છે. તેમ છતાં મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો દ્વારા આ આઉટસોર્સના ઇજનેરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માનીતા કોન્ટ્રાક્ટરો ઉપર આ ઇજનેરો અત્યંત મહેરબાન હોય છે. જેની દેખરેખ રાખવાની તમામ જવાબદારીઓ છે તેવા સીટી ઇજનેર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર મુક્ત પ્રેક્ષક બની રહ્યા છે પરિણામે મહાનગરપાલિકા નો વહીવટ ખાડે જઈ રહ્યો છે.  અને કાગળોની કાર્યવાહીના અભાવે અનેક કામો ખોરંભે ચડી રહ્યા છે. ફંડના ભાવે લાયબ્રેરી નું કામ લગભગ દોઢ મહિના કરતાં વધુ સમયથી બંધ છે મેયર તથા સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અને કમિશનર આ બાબતે પગલા ભરે તે જરૂરી છે સરકારનો વાંચે ગુજરાત પઢે ગુજરાત પ્રકલ્પ અહીં સાર્થક થતો દેખાતો નથી  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd