• રવિવાર, 22 નવેમ્બર, 2026

અંદામાનમાં યોજાયેલા કલ્ચરલ ઓલિમ્પિયાડમાં અંજારની `નાટયાલય' સંસ્થાનો ડંકો

અંજાર, તા. 21 : અંદામાનના પોર્ટ બ્લેર ખાતે `એબીએસએસ ગ્લોબલ કાઉન્સિલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર' દ્વારા આયોજિત 16મા `કલ્ચરલ ઓલિમ્પિયાડ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ'માં અંજારની શાસ્ત્રીય નૃત્ય સંસ્થા `નાટયાલય'ના કલાકારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સફળતા હાંસલ કરી છે. સંસ્થાના કલાકારોએ વિવિધ સ્પર્ધાઓમાં મેડલ્સ મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સ્પર્ધામાં ક્લાસિકલ ડાન્સ વિભાગમાં બાગેશ્રી રાઠોડ, હિતી પાટડિયા અને પલક મારૂએ ગોલ્ડ મેડલ, જ્યારે માસુમી દેયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી પોતાની નૃત્યકલાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સેમી- ક્લાસિકલ ડાન્સમાં તથ્યા અંજારિયા અને ગ્યાની પોમલે ગોલ્ડ મેડલ, હેન્સી સથવારાએ સિલ્વર મેડલ તથા દિત્યા ઠક્કરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત સંસ્થાના છ પ્રતિભાશાળી કલાકારો બાગેશ્રી રાઠોડ, તથ્યા અંજારિયા, હિતી પાટડિયા, માસુમી દેયા, ગ્યાની પોમલ અને પલક મારૂને તેમની કલાત્મક પ્રતિભા, સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રતિષ્ઠિત `ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, નૃત્યના ક્ષેત્રે વિશિષ્ટ સેવા બદલ ભાગ્યેશ્રી રાઠોડને `ગુરુ સન્માન' વડે નવાજવામાં આવ્યાં હતાં.    આ સમગ્ર સફળતા પાછળ સંસ્થાના માર્ગદર્શક અને નૃત્યગુરુ ચંદે સિસ્ટર્સ - ડો. કિન્નરી ચંદેનું માર્ગદર્શન, સતત મહેનત અને કલાકારો પ્રત્યેનું સમર્પણ રહ્યું છે.  આ સિદ્ધિ બદલ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, કલાગુરુ સુમા મેડમ, નાટયાલય પરિવાર  દ્વારા તમામ   વિજેતા   કલાકારોને અભિનંદન  પાઠવી  ભવિષ્યમાં પણ નૃત્યકલાનાં ક્ષેત્રે આવી જ ઉજ્જવળ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ આપી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd