અંજાર, તા. 21 : ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ
શિક્ષણ વિભાગના રાજ્યમંત્રીના નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન આવતી કાલે તા.
22 નવેમ્બરના કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ
અંજાર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ
છાંગા એ કાર્યક્રમની વિગતો આપવા સાથે છેલ્લા ચાર વર્ષના વિકાસકામોનો હિસાબ રજૂ કર્યો
હતો અને સૌને સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો. ભાજપ અને 4-અંજાર વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત આ સ્નેહમિલનનો મુખ્ય હેતુ
નાગરિકો સાથે આત્મીયતાભર્યો સંવાદ સાધવાનો અને પરસ્પર સ્નેહ તથા સૌહાર્દની ભાવના વ્યક્ત
કરવાનો છે. - સાંજે લોકસાહિત્ય અને ડાયરાની
રમઝટ જામશે : અંજાર શહેરમાં ધારાસભ્ય કાર્યાલયની સામે
આવેલા મારુતિ ગ્રાઉન્ડ (નવા અંજાર) ખાતે આજે સાંજે 4 વાગ્યાથી આ સ્નેહમિલન કાર્યક્રમ શરૂ થશે. કાર્યક્રમમાં લોકસાહિત્યકાર
રાજ ગઢવી અને તેમના સાથી કલાકારોનો લોકડાયરો યોજાશે,
જેમાં લોકસંગીત, લોકસાહિત્ય અને ગુજરાતી સંસ્કૃતિની
ઝલક રજૂ થશે.પત્રકાર પરિષદમાં રાજ્યમંત્રી એ સ્નેહમિલનને પરસ્પર સ્નેહ અને શુભેચ્છાઓની
આપ-લેનું માધ્યમ ગણાવ્યું હતું. આ સાથે તેમણે ધારાસભ્ય તરીકેના છેલ્લા ચાર વર્ષના કાર્યકાળ
દરમિયાન વિકાસ કામોનો ઉલ્લેખ કરી કહ્યું હતું
કે વરસામેડી અંડરપાસ જેવા મહત્ત્વપૂર્ણ માળખાકીય કામો,અંજાર વિસ્તારમાં
મંજૂર થયેલી તથા અસરકારક બનેલી કૉલેજો,નગરપાલિકાનો 'અ' વર્ગમાં સમાવેશ અને ગોવર્ધન પર્વતના વિકાસ માટે રૂ.
19 કરોડની ગ્રાન્ટ, શહેરના માર્ગોના વિકાસ અને નવી સુવિધાઓ ઊભી
કરવાના પ્રયાસો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત
કચ્છના વાહનચાલકો માટે મહત્ત્વપૂર્ણ એવી જીજે-39 વાહન નોંધણી શ્રેણીની શરૂઆત
થઈ છે.તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ
બાબતોએ વિસ્તારના વિકાસ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે કામ કર્યું છે. ઉપરાંત,
શહેરી માળખાકીય સુવિધાઓ અને પરિવહન ક્ષેત્રે થયેલી કામગીરી અંગે પણ તેમણે
પોતાના વિચારો વ્યક્ત કરી લોકશાહીમાં પત્રકારત્વની અગત્યની ભૂમિકા અને યોગદાનને બિરદાવ્યું
હતું. પાલીકાના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અંજાર શહેર ભાજપ
પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, તાલુકા ભાજપ પ્રમુખ બી.એન. આહિર,
દિનેશભાઈ શાહ, દિપકાસિંહ રાણા, કાનજીભાઈ શેઠ, મુરજીભાઈ આહિર અને કલ્પેશભાઈ કોઠારી સહિતના
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.