• રવિવાર, 22 નવેમ્બર, 2026

કચ્છથી પંજાબ, હરિયાણા રેલ માર્ગે માલ પરિવહન અંગે મંથન

ગાંધીધામ, તા.20 : ચંડીગઢ ખાતે અમદાવાદ, અંબાલા અને ફિરોઝપુર રેલવે મંડળ અને કેન્દ્રીય ભંડારણ નિગમની ટ્રેડ મીટનું આયોજન કરાયું હતું. આ મીટમાં ગુજરાત,પંજાબ અને હરિયાણા વચ્ચે રેલવે માલ પરિવહન અને વ્યાપારને નવી રફતાર આપવા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી તેમજ કંડલા ,મુંદરા, તુંણા બંદરોને પંજાબ અને હરિયાણા કૃષિ અને ઔદ્યોગિક કેન્દ્ર  સાથે જોડવા ઉપર વિશેષ ભાર કાર્યક્રમ દરમ્યાન મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદ ડીઆરએમ વેદપ્રકાશ,સીડબલ્યયુસીના અધ્યક્ષ રવીન્દ્રકુમાર, અંબાલા ડીઆરએમ વિનોદ ભાટિયા,અમદાવાદના સિનિયર ડીસીએમ અનુ ત્યાગી તેમજ વિવિધ ઉદ્યોગકારો જોડાયા હતા. બેઠક દરમ્યાન ગાંધીધામ  અને મહેસાણાને પંજાબ હરિયાણા વચ્ચે માલ પરિવહનમાં વૃદ્ધિ  કરવાની શકયતાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંબોધન કરતા અમદાવાદ ડીઆરએમ વેદપ્રકાશે વધતું રોકાણ વ્યાપક વિદ્યુતીકરણ અને આધુનિક માલ પરિહવનની સુવિધાઓનો ભારતીય રેલવેના આધુનિકરણ દેશમાં ટકાઉ  અને કુશળ લોજિસ્ટિક વ્યવસ્થા વિકસિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. ગુજરાત  પંજાબ અને હરિયાણા વચ્ચે  બન્ને તરફે રેલ  માલ પરિવહનની સંભાવનાઓ ઉપર વિશેષ જોર આપતાં કહ્યું હતું કે, માલગાડીઓના સારા ઉપયોગ માટે  બન્ને દિશામાં પુરતા માલની  ઉપલબ્ધતા જરૂરી છે. પંજાબ અને હરિયાણા દેશના અગ્રણી કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદક રાજ્યો છે, જ્યારે ગુજરાત દેશના મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક અને દરિયાઈ વેપાર કેન્દ્રોમાંનું એક છે. તેમણે જણાવ્યું હતું કે, કંડલા, મુંદરા અને તુંણા -ટેકરા જેવા બંદરો, પાલનપુર-ડીસાના બટેટા ઉત્પાદક પ્રદેશ, ગાંધીધામમાં લાકડાં અને મીઠાના સમૂહ અને અમદાવાદ-સાણંદના ઔદ્યોગિક પટ્ટા વેપારના મહત્ત્વપૂર્ણ કેન્દ્રો છે. `પંજાબ અને હરિયાણાથી ગુજરાતનાં બંદરો સુધી કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો અને ગુજરાતના બંદરોથી ઉત્તર ભારતીય બજારોમાં આયાત કરાયેલા માલના પરિવહનમાં રેલવે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો  આ વેપાર માર્ગો પર નિયમિત અને સંતુલિત માલવાહક ટ્રાફિક વિકસાવીએ, તો ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને પુષ્કળ લાભ થશે તેવું ઉમેર્યું હતું.  ગાંધીધામથી પંજાબ અને હરિયાણામાં આશરે 3.34 મિલિયન ટન લોખંડ અને સ્ટીલનો વેપાર થયો હતો, ગાંધીધામથી ઉત્તર ભારતમાં આશરે 2.2 મિલિયન ટન લાકડાં અને લાકડાંનાં ઉત્પાદનોનો વેપાર થયો હતો અને પંજાબ અને હરિયાણાથી કચ્છમાં આશરે 6.03 મિલિયન ટન ચોખાનો વેપાર થયો હતો. કરનાલથી કચ્છ સુધી આશરે 3.87 મિલિયન ટન ચોખાનો સમાવેશ થાય છે. આ આંકડા રેલવે આધારિત માલ પરિવહનની માંગ હોવાનું દર્શાવે છે. આ પ્રયાસ રેલ માલ પરિવહનના આ અવસર  મજબૂત આર્થિક  ભાગીદારોનો  આધાર બનશે તેવું  કહ્યું હતું. સુરક્ષિત સંગ્રહ,  સ્માર્ટ પરિવહન અને સામુહિક વિકાસની થીમ ઉપર આધારિત આ પરિસંવાદ અનુકુળ લોજિસ્ટિક વ્યવસ્થાની વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયો હતો.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd