• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

કચ્છના કાશ્મીર નલિયામાં હજુ ઠંડીની દસ્તકની રાહ

નલિયા, તા. 26 : કચ્છના કાશ્મીર ગણાતા નલિયા નગરમાં હજુ સુધી ઠંડીનો અહેસાસ શરૂ થયો નથી. વહેલી સવારે ઝાકળભર્યું વાતાવરણ જોવા મળે છે, જ્યારે બપોરના સમયે તડકો તપતાં ગરમીનો અનુભવ થાય છે. આમ, હાલ નલિયા સહિત પશ્ચિમ કચ્છમાં મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે  ઠંડી ક્યારે દસ્તક આપે છે તેની રાહ જોવાઈ રહી છે. જો કે, છેલ્લા ત્રણેક દિવસથી લુઘતમ પારો થોડો ગગડવાનું શરૂ થયું છે. આમ છતાં દિવાળીના આગમન પૂર્વે જે પ્રકારનો ગુલાબી ઠંડકનો અનુભવ થવો જોઈએ તે થઈ રહ્યો નથી. જિલ્લામાં મહત્તમ પારો ઘટવાનું શરૂ થયું છે. આમ છતાં બપોરના સમયે તાપ-ઉકળાટની અનુભૂતિ જળવાયેલી રહી છે. ભુજમાં 37.8 ડિગ્રી મહત્તમ સામે 22.8 ડિગ્રી લઘુતમ, નલિયામાં 37.2 ડિગ્રી મહત્તમ સામે 19.3 ડિગ્રી લઘુતમ, કંડલા પોર્ટમાં 37.5 ડિગ્રી મહત્તમ સામે 24.5 ડિગ્રી લઘુતમ, તો કંડલા (એ.)માં 37.5 ડિગ્રી મહત્તમ સામે 21.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. દિવસ-રાત્રિના તાપમાનમાં 16થી 18 ડિગ્રીના મોટા તફાવતનાં કારણે વાતાવરણમાં વિષમતા જળવાયેલી જોવા મળી રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd