• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

માધાપરની નવદુર્ગા નવરાત્રિમાં બુર્જ ખલીફા,ઈન્ડો ઈટાલીયન થીમ પર શણગાર

મહેશ સોની દ્વારા : માધાપર,(તા. ભુજ), તા. 9 :  અહીંની નવદુર્ગા નવરાત્રિમાં દર વર્ષે અવનવી થીમ પર લાઈટિંગનો શણગાર કરાય છે, આ વખતે બુર્જ ખલીફા, ઈન્ડો-ઈટાલિયન થીમ પરનું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નવદુર્ગા નવરાત્રિના સંજયભાઈ ભુડિયા, ભરત હાલાઈ, શુભમ મંડપના નારણભાઈ ભુડિયા, વિજય ભુડિયા, જાદવજી ભુડિયા, તુલસી ગ્રુપના રમેશ વોરા તેમજ હરીશ પિંડોરિયા, હરીશ ભુડિયા, દીપેશ ભુડિયા સહિત 100 જેટલા સેવાભાવીઓએ 40 દિવસની જાતમહેનતથી મોર થીમ પર ફ્રેમ બનાવી તેમાં અવનવા રંગના બલ્બ લગાવેલ છે. મુખ્ય નવદુર્ગા ચોકમાં મોરપીંછના 18 ઝૂમર, જેમાં એક ઝૂમરમાં 100 મીટરની સ્ટેપ લાઈટ અને તેમાંય 24 હજાર કલરવાળા બલ્બ લગાવાયા છે. આવા 18 ઝૂમરથી સુશોભિત મુખ્ય મંડપમાં રોશનીનો શણગાર ઝળાંહળાં છે. ખાસ કરીને મોરપીંછ થીમ પરનો શણગાર, બુર્જ ખલીફા, ઈન્ડો-ઈટાલિયન વગેરે થીમ પરનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોરપીંછમાં 500 મીટર સ્ટેપ લાઈટ અને તેમાં 96 હજાર રંગબેરંગી બલ્બ લગાવાયા છે. સપ્તરંગી લાઈટ ડેકોરેશન કચ્છભરમાં પ્રથમ વખત જોવા મળશે. સપ્તરંગી કલરમાં 18 ઝૂમર અને ઈન્ડો-ઈટાલિયન લાઈટ સ્ટેપનો નવતર પ્રયોગ કરાયો છે. અરજણ ભુડિયાના માર્ગદર્શન હેઠળ સંજયભાઈ ભુડિયાએ ડિઝાઈન તૈયાર કરી છે. પ્રેમિલાબેન ભુડિયા દ્વારા માતાજીના અલગ-અલગ શણગાર કરાય છે, જેમાં અમરત ગામી, સીતા ભુડિયા, ભાવના વોરા સહયોગી બને છે. પ્રથમ માતાજીની આરતી બાદ મોટી બહેનોની હાથતાળી, દાંડિયારાસ હરીફાઈ યોજાય છે. વિજેતાઓને દાતાઓ તરફથી ઈનામો અપાય છે. શરદપૂનમે નવદુર્ગા નવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે. - 46 વર્ષથી પરંપરાગત નવરાત્રિ : 46 વર્ષથી પરંપરાગત રીતે થતી નવલાં નોરતાંની ઉજવણીનાં પગલે આ નવરાત્રિ કચ્છમાં પ્રથમ રહેવાની સાથે અનેક મેડલ મળ્યા છે. અહીં બાળકો વેશ પરિધાન સાથે ગરબાની રમઝટ બોલાવે છે. જેમને બે મહિનાથી પ્રિયંકાબેન ભુડિયા, તુલસી વોરા, વર્ષા રાજેશ ભુડિયા તૈયારી કરાવે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd