• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ફરી ઊભેલા લારી-ગલ્લાવાળાને સમજાવવા જતાં સુધરાઈના કર્મીઓ સાથે ચકમક ઝરી

ભુજ, તા. 9 : શહેરના મહાદેવ નાકે ગાંધીજીની પ્રતિમા સામે હમીરસર કિનારાની ફૂટપાથ પર હટાવાયા બાદ ફરી ઊભેલા લારી-ગલ્લાના ધંધાર્થીઓને સમજાવવા ગયેલા ભુજ નગરપાલિકાની દબાણહટાવ શાખાના કર્મીઓ સાથે ચકમક ઝરતાં મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા. ભુજમાં છેલ્લા થોડા સમયથી લારી-ગલ્લારૂપી દબાણકારો સામે સુધરાઈએ નોંધપાત્ર કામગીરી કરી દબાણો દૂર કર્યા હતા, પણ ધંધાર્થીઓ ધીરે-ધીરે મૂળ જગ્યાએ ફરી ગોઠવાઈ રહ્યા છે. આ બાબત ધ્યાને લઈ સુધરાઈના મુખ્ય અધિકારીએ ઓફ્રેડ હાઈસ્કૂલ સામેના ભાગે ઊભેલા લારી-ગલ્લાધારકોને સમજાવટપૂર્વક સ્થળ ખાલી કરવા ટીમને મોકલી હતી, પરંતુ અમુક ધંધાર્થીઓએ સ્થળ પરથી ન હટવાની જીદ સાથે કર્મીઓની સામે થઈ પહેલાં અન્ય ધંધાર્થીઓને હટાવવા જણાવ્યું હતું. મામલો બિચકાતાં અમુક ધંધાર્થીઓએ કર્મીઓને અપશબ્દો કહ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. અંતે સુધરાઈના કર્મીઓએ એ-ડિવિઝન પોલીસમાં જાણ કરતાં ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી મોરચો સંભાળી લેતાં ટોળું વિખેરાઈ ગયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd