ઓસ્લો, તા. 9 : દુનિયાના વિવિધ ભાગોમાં યુદ્ધોથી
અજંપા, અશાંતિ વચ્ચે શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર
ભારતવંશી નવનીતમ નવી પિલૈને આપવાનું એલાન કરાયું છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા નવનીતમે
રંભભેદ સામે લડનારા નેલ્સન મંડેલા સહિત અનેક લોકોની મદદ કરી હતી. યુદ્ધ અપરાધ અને નરસંહાર
દોષીઓને સજા અપાવવા અને આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવાની દિશામાં પ્રયાસો માટે ભારતવંશી
મહિલાનું સન્માન કરાયું છે. નોર્વેની નોબેલ સમિતિએ શુક્રવારે શાંતિ પુરસ્કારની ઘોષણા
કરી હતી. પિલૈનું ડિસેમ્બરમાં સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં સન્માન કરાશે. ભારતવંશી
પ્રતિભાને ચંદ્રક ડિપ્લોમા તેમજ 11.5 કરોડ રૂપિયા રોકડ પુરસ્કાર અર્પણ કરીને વિભૂષિત કરાશે. નવનીતમનો
જન્મ 23 સપ્ટેમ્બર-1941ના ડરબનમાં થયો હતો. તેમનો
પરિવાર ભારતીય તમિળ છે. પિલૈના દાદા 1890માં મજૂર બનીને દક્ષિણ આફ્રિકા ગયા હતા. નવીએ ડરબન યુનિવર્સિટીમાંથી
1963માં સ્નાતક, 1065માં કાયદાની
ડિગ્રી લીધા બાદ અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અને ડોક્ટરેટની ડિગ્રીઓ
મેળવી હતી. રંગભેદના દોરમાં કોઇ પણ કંપની નવનીતમને નોકરી આપવા તૈયાર નહોતી, એટલે તેમણે પોતાની ફર્મ ખોલીને વકીલાત શરૂ કરી.
આવું કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં. નેલ્સન મંડેલા 1995માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે
નવીની દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટમાં જજ તરીકે નિયુક્તિની ભલામણ કરી હતી, નવી આ પદ પર પહોંચાનાર પ્રથમ અશ્વેત મહિલા બન્યાં.
સંયુક્ત રાષ્ટ્રે રવાન્ડા નરસંહારના અપરાધીઓને
સજા આપવા માટે આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયધીકરણ બનાવ્યું, જેમાં
નવીની ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ થઇ. - શાંતિનો નોબેલ સ્વીડનનાં સ્થાને નોર્વેમાં કેમ ? : ઓસ્લો, તા. 9 : નોબેલના બાકીનાં પારિતોષિકો સ્વીડનમાં અપાય છે, પરંતુ શાંતિનું નોબેલ નોર્વેની રાજધાની ઓસ્લોમાં
અપાય છે, જેનાં કારણનાં મૂળ 130 વર્ષ પહેલાં મળે છે. ખુદ અફ્રેડ
નોબેલે 1895માં પોતાની વસિયતમાં આવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું
હતું કે, નોર્વેની સંસદ દ્વારા રચિત સમિતિ શાંતિ પુરસ્કાર
પસંદ કરશે. સ્વીડન અને નોર્વે 1905માં અલગ દેશ બન્યા, પરંતુ શાંતિનું નોબેલ આપવાની જવાબદારી નોર્વેને જ મળી.